Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

હળવદમાં ડમી વિદ્યાર્થી ઝડપાઇ જતા શિક્ષણ આલમમાં ખળભળાટ : પોલીસને સોંપાયો

હળવદ તા. ૨૪ : અહીંની ડી.વી.રાવલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પરીક્ષા સેન્ટરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરિક્ષામાં ડમી વિદ્યાર્થી પરિક્ષા આપતો હોવાની શંકાએ કોલેજના પ્રિન્સીપાલએઙ્ગ બેઠક નં. ૦૦ર૦૬૯ની હોલ ટીકિટ ચેક કરતા ડમી વિદ્યાર્થી ઝડપાયો હતો.

મળતી માહિતી મુજબ બી.કોમ, સેમેસ્ટર-પની પરિક્ષામાં આજે કંપલસરી અંગ્રેજી વિષયના પેપરમાં ડમી વિદ્યાર્થીએ તેના જ નાના ભાઈની પરિક્ષા આપવા આવ્યો હતો પરંતુ પ્રિન્સીપાલની તપાસ દરમિયાન ઝડપાઈ જતા હળવદ પોલીસને જાણ કરી કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

હળવદની ડી.વી.રાવલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં કુલ આઠ બ્લોકમાં ર૦૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા તે દરમિયાન બેઠક નંબર ૦૦ર૦૬૯ની હોલ ટિકીટ વાળો ભાટીયા હરપાલ બી.ની પરિક્ષા આપવા આવેલો તેનો જ મોટો ભાઈ અજયસિંહ પ્રિન્સીપાલ જે.એમ. માલસણાના હાથે રંગે હાથ ઝડપાઈ જતા ભારે ચકચાર મચી જવા પામી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બી.કોમ. બી.એ. સેમેસ્ટર પની પરિક્ષામાં આજે અંગ્રેજી વિષયનું પેપર હોય ત્યારે કોલેજના પ્રિન્સીપાલ દ્વારા પરિક્ષાર્થીઓની હોલ ટિકીટની તપાસ કરાતા ડમી વિદ્યાર્થીનો ભાંડો ફુટયો હતો.ઙ્ગ

આ સમગ્ર બનાવ મામલે કોલેજના આચાર્ય જે.એમ. માલસણા દ્વારા હળવદ પોલીસને જાણ કરી વધુ કાર્યવાહી માટે યુનિવર્સિટીને લેખિતમાં જણાવ્યું હતું. જાકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ચાલી રહેલ પરિક્ષામાં હળવદના પરીક્ષા સેન્ટરમાંથી આજે ડમી વિદ્યાર્થી ઝડપાતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.(૨૧.૧૬)

(4:13 pm IST)