Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

હળવદનાં બોગસ સર્ટીફીકેટ કૌંભાડમાં ૧૦ હેલ્થ વર્કરોને પાણીચુ

હળવદ તા. ર૪ :.. તાજેતરમાં બોગસ સર્ટીફીકેટ કાંડમાં જીલ્લાના રપ જેટલા મલ્ટીપર્યઝ હેલ્થ વર્કરોને છૂટા કરવામાં આવ્યા હતા જેમાં હળવદ તાલુકાના ૧૦ ને છૂટા કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

તાલુકામાં ફરજ બજાવતા મલ્ટી પર્યઝ હેલ્થ વર્કર પૈકીની ૧૦ હેલ્થ વર્કરના સેનેટરી ઇન્સ્પેકટરના કોર્ષના પ્રમાણ પત્ર બોગસ હોવાનું ખુલ્યુ હતું. આથી આ તમામ મલ્ટી પર્યઝ હેલ્થ વર્કરને જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા છૂટા કરવામાં આવ્યા છે. આ અંગે પ્રાપ્ત થતી માહીતી મુજબ એપ્રીલ-ર૦૧૭ દરમ્યાન રાજય સરકાર દ્વારા મલ્ટી પર્યઝ હેલ્થ વર્કરોની ભરતી કરવામાં આવી હતી. આ ભરતી દરમ્યાન પસંદગી પામેલા ઉમેદવાર પૈકી અનેક ઉમેદવારોએ યુજીસીની માન્યતા વિનાની ગુજરાત બહારની સંસ્થાઓના સેનેટરી ઇન્સ્પેકટરના પ્રમાણ પત્ર રજુ કર્યા હતાં. જે બાદ એક પક્ષે ગુજરાત હાઇકોર્ટ માં ભરતી પ્રક્રિયામાં પારદર્શક ન હોવા અને પસંદગી પામેલ ઉમેદવારોના પ્રમાણ પત્ર પર સવાલો ઉભા કર્યા હતાં.

ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ અંગે તમામ ઉમેદવારોના સર્ટીફીકેટ યુજીસી માન્યતા વાળા છે કે કેમ તેની ખરાઇના આદેશ અપાયેલ જે અંગે તપાસ થતા જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ખરાઇ કરવામાં આવી હતી. જેમાં સમગ્ર બનાવનો પર્દાફાશ થયો હતો અને હળવદ તાલુકામાંથી છૂટા કરાયેલ હેલ્થ વર્કરોની યાદી (૧) હીતેશ એસ. અગોલા (ર) દેવેન્દ્ર બી. ઇસાણી (૩) ચીરાગ ડી. રામાણી (૪) નરેશ એમ. મોઢ (પ) સચીન એ. પટેલ (૬) શૈલેષ એસ. ધાધરેટીયા (૭) સંકેત બી. કાવર (૮) મયુર એ. દેવૈયા (૯) કેતન ડી. લોરીયા (૧૦) કૌશલ આર. ડોડીયા. (પ-૧૯)

(4:13 pm IST)