Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

જામનગરમાં ૧ લાખનું ૯૦ હજાર વ્યાજ ચુકવી દીધુ છતાં પઠાણી ઉઘરાણીઃ પોલીસ ફરિયાદ

જામનગર, તા.૨૪: જામનગર : અહીં સીટી 'બી' ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ઉમેશભાઈ નટવરલાલ મહેતા એ ફરીયાદ નોંધાવી છે કે, છેલ્લા પાંચ વર્ષથી આજદિન સુધી આ કામના ફરીયાદી ઉમેશભાઈએ આ કામના આરોપી મહાવીરસિંહ ઝાલા પાસેથી રૂ.૧૩૦૦૦૦/– નું પાંચ વર્ષનું વ્યાજ રૂ.૪૩પપ૦૦/– તેમજ આ કામના આરોપી મહેન્દ્રસિંહ સોઢા પાસેથી રૂ.૪પ૦૦૦૦/– નું પાંચ વર્ષનું રૂ.૯૭૬૦૦૦/– તથા આ કામના આરોપી ધર્મેન્દ્રસિંહ કે.પઢીયાર પાસેથી રૂ.૧૦૦૦૦૦/– નું ચાર વર્ષનું રૂ.૬૦૦૦૦૦/– તેમજ આરોપી આ કામના આરોપી હસમુખભાઈ કવા પાસેથી રૂ. પ૦૦૦૦/– નું સાત માસનું રૂ.૩૦૦૦૦/– તથા આ કામના આરોપી પુનમબા જાડેજા પાસેથી રૂ.૧૦૦૦૦૦/– નું દોઢ વર્ષનું ૯૦૦૦૦/– ચુકવેલ તેમજ આ કામના આરોપી નં.૬ નામ નથી તેની પાસેથી રૂ.પ૦૦૦૦/– નું દશ મહીનાનું રૂ.રપ૦૦૦/– વ્યાજ ચુકવી આપેલ હોવા છતા આ કામના આરોપીઓ ફરીયાદી ઉમેશભાઈને અવાર નવાર રૂબરૂ તેમજ વ્યાજ ના પૈસા વસુલ કરવા ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી સતામણી કરી દુકાન તથા મકાન પચાવી પાડવા માટે આ કામના આરોપી મહેન્દ્રસિંહ સોઢા એ તલવાર લઈ ભયમાં બળજબરી પૂર્વે મકાન તથા દુકાનનું લખાણ કરાવી લઈ એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

દેશી દારૂની રેઈડ દરમ્યાન ફરજમાં રૂકાવટ કર્યાની રાવ

જામનગરઃ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. વેજીબેન ભીખાભાઈ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૩–૧૦–ર૦૧૮ના બાલવા ફાટક પાસે, રેલ્વે સ્ટેશનની સામેના ભાગે આ કામના આરોપી પૂનીબેન ભારાભાઈ મેઘાભાઈ જોગાણી ના મકાને ગેરકાયદેસર પાસ પરમીટ વગર દેશી પિવાના દારૂની પ્રવૃતિ ચલાવતા હોય એ જગ્યાએ પોલીસે રેઈડ કરી કાર્યવાહી કરા જેથી પોતાની ગેરકાયદેસર પ્રવૃતિ ચાલુ રહે અને પોલીસ તેમના વિરૂઘ્ધ કોઈ કાર્યવાહી ન કરે તે સારૂ પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી તમને ખોટા કેસમાં ફીટ કરી હેરાન પરેશાન કરી અહીં નોકરી કરવા નહીં દઈ તેવી ધમકી આપી ફરીયાદી વેજીબેનને પગના ભાગે તથા શરીરએ મુંઢ ઈજાઓ કરી તથા સાહેદ કોન્સ. સત્યજીતસિંહ વાળાને આ કામના આરોપી ફરારી કિશોરભાઈ ભારાભાઈ જોગાણી એ ધકકો મારી પછાડી દઈ હથેળીના ભાગે ઈજાઓ કરી રેઈડ દરમ્યાન નાસી જઈ એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

છાતીમાં દુઃખાવો ઉપડતા સારવાર દરમ્યાન મોત

જામનગરઃબારાડી ગામે રહેતા કેશુભાઈ જેસંગભાઈ જારીયા એ જોડીયા પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૦–૧૦–ર૦૧૮ના આ કામે મરણ જનાર નારણભાઈ જેસંગભાઈ જારીયા, રે. બારાડીગામ, તા.જોડીયા, જિ. જામનગરવાળા પોતાની વાડીએ કપાસમા પાણી વારતા હતા તે દરમ્યાન તેમની છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં લઈ આવતા સારવાર દરમ્યાન મરણ ગયેલ છે

યાદવનગરમાં જુગાર રમતા બે શખ્સો ઝડપાયા : એક ફરાર

જામનગરઃ અહીં સીટી 'સી' પોલીસ સ્ટેશનમાં એલ.સી.બી.શાખાના કોન્સ. નિર્મળસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૩–૧૦–ર૦૧૮ના યાદવનગર, સરકાર હોટલની બાજુની ગલીમાં, જામનગરમાં આ કામના આરોપીઓ હાજી જુમાભાઈ ખફી, હબીબ ઓસમાણ મેકાણી, રે. જામનગરવાળા જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતી નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રૂ.૧ર૮૦/– તથા ગંજીપતાના પાના નંગ– પર સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આ કામના આરોપી હાસમ પુજાભાઈ ખફી ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટીટોડીવાડીના ગેઈટ પાસે વર્લીમટકાના આંકડા લખતો શખ્સ ઝડપાયો

જામનગરઃ અહીં સીટી 'એ' ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. આફતાબભાઈ હુશેનભાઈ સફીયાસીટી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૩–૧૦–ર૦૧૮ના ટીટોડીવાડીના ગેટ પાસે આ કામના આરોપી કાસમભાઈ અલ્લારખાભાઈ શેખ રે. જામનગરવાળો જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરતા વર્લીમટકાના આંકડા લખેલ સ્લીપ તથા બોલપેન તથા રોકડા રૂ.૧૦૭૭૦/– તથા મોબાઈલ ફોન કિંમત રૂ.ર૦૦/– મળી કુલ રૂ. ૧૦૯૭૦/– ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

જામજોધપુરમાં જુગાર રમતા આઠ શખ્સો ઝડપાયા

જામનગરઃ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. પુષ્પરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૩–૧૦–ર૦૧૮ના રબારીકા ગામે આવેલ, કોઠીવાળી શેરીમાં આ કામના આરોપી રાયશીભાઈ લખમણભાઈ કરમુર, દેવાણંદભાઈ વિરાભાઈ કરમૂર, રમેશભાઈ કેસુરભાઈ રાઠોડ, લખુભાઈ વિરાભાઈ ડાંગર, નારણભાઈ વિરાભાઈ ડાંગર, બાબુભાઈ પબાભાઈ કરમુર, ખીમાભાઈ નથુભાઈ ચાવડા, કરશનભાઈ કારાભાઈ કરંગીયા, રે. જામજોધપુર, જિ. જામનગરવાળા જાહેરમાં તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી પૈસાની હારજીત કરી રોકડા રૂ.પપ૦૦/– તથા ગંજીપતાના પાના સાથે ઝડપાઈ ગયેલ છે.

સ્વામીનારાયણનગરમાં જુગાર રમતા સાત ઝડપાયા

જામનગરઃ અહીં સીટી 'બી' ડિવીઝન પોલીસ સ્ટેશનમાં એલ.સી.બી.ના એચ.સી.રઘુવીરસિંહ નવલસિંહ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૩–૧૦–ર૦૧૮ના સ્વામીનારાયણનગર–૧ માં આ કામના આરોપી ટીનાબેન મુકેશભાઈ મોહનભાઈ , મીનાબેન બીપીનભાઈ માણીભાઈ શેઠ, સોનલબેન નીલેશભાઈ આલાભાઈ સાગઠીયા, રેખાબેન મનજીભાઈ ડાયાભાઈ ગામા, શીતલબેન સંદીપભાઈ કાણાણી, સામતભાઈ પાલાભાઈ આંબલીયા, સંદીપભાઈ દીલીપભાઈ કાનાણી રે.જામનગરવાળાઓ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી  પૈસાની પોતાના અંગત ફાયદા સારૂ નાર ઉઘરાવી રેઈડ દરમ્યાન રૂ.૪૦,૧૦૦ તથા મોટરસાયકલ કિંમત રૂ.૩પ,૦૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.  

ઈદ મસ્જીદ પાસે જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

જામનગરઃ અહીં સીટી 'બી' ડિવીઝન પોલીસ સ્ટેશનમાં આર.આર.સેલ રાજકોટના રામદેવસિંહ મહિપતસિંહ ઝાલા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૩–૧૦–ર૦૧૮ના ઈદ મસ્જીદ રોડ પર જાહેરમાં આ કામના આરોપી ફિરોજ મુસાભાઈ ભાયા, અબ્બાસભાઈ હારૂન સાઈયા, અનવરભાઈ ઉમરભાઈ બ્લોચ, હુશેન ઈલીપાસ કમોરા

રે. જામનગરવાળા જાહેરમાં તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી પૈસાની હારજીત કરી કુલ રોકડા રૂ.૧ર૩પ૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.(૨૩.૧૦)

(4:12 pm IST)