Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

જામનગરમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા સ્વાસ્થ્ય દોડ કાર્યક્રમ યોજાયો

જામનગર : આયુર્વેદ દિવસ (પ નવેમ્બર ધન્વન્તરી જયંતિ) નિમિત્તે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા જાહેર સ્વાસ્થ્ય માટે આયુર્વેદ વિષય અંતર્ગત વિવિધ કાર્યક્રમો ઉજવાય રહ્યા છે. જેમાં સ્વાસ્થ્ય દોડનું આયોજન તા. ર૧-૧૦-ર૦૧૮ના રોજ સવારે ૦૬-૩૦ કલાકે રાખવામાં આવ્યું હતું. આ દોડનું ઉદ્ઘાટન જામનગર જિલ્લાના લોકલાડીલા સાંસદ પૂનમબેન માડમ તથા આઇ.પી.જી.ટી. એન્ડ આર.એ. (પી.જી. વિભાગ, આયુર્વેદ યુનિવર્સિટી) ના ડાયરેકટર પ્રો. અનુપ ઠાકરના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંદાજીત પ૦૦ લોકોએ ભાગ લીધો હતો. દોડની શરૂઆત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી મુખ્ય ગેઇટ પરથી થઇ હતી. ત્યારબાદ સત્યસાંઇ સ્કુલ રોડ, શરૂ સેકશન રોડ-જોગર્સ પાર્ક-ડિકેવી કોલેજ વગેરે જગ્યાઓએથી પસાર થઇ યુનિવર્સિટી ગેઇટ ખાતે પૂર્ણ કરાઇ હતી. આગામી કાર્યક્રમોમાં તારીખ રર-૧૦-ર૦૧૮ના રોજ મધુમેહસ્થૂ લતા સાંધાના રોગો અને આયુર્વેદ વિષય પર ડો. હિતેષ વ્યાસનું જાહેર વ્યાખ્યાન તથા તા. ૩ અને ૪ નવેમ્બર ના રોજ ધન્વન્તરી ગ્રાઉન્ડ ખાતે આરોગ્ય એક્ષ્પો તથા સ્વાસ્થ્ય મેળાનું આયોજન કરેલ છે. (૯.૧)

(1:55 pm IST)