Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

માધવપુર (ઘેડ)ના બળેજમાં લાખોની ખનીજ ચોરી અંગે ૧૧ શખ્સો સામે ગુન્હો

 પોરબંદર, તા., ૨૪: તાજેતરમાં માધવપુર દરીયા પટ્ટી ઉપર બળેજમાં ગેરકાયદે ધમધમતી ખનીજ ખાણો ઉપર માધવપુર પોલીસે દરોડો પાડીને લાખોની ખનીજ ચોરીનો પર્દાફાશ કર્યો હતો. આ ખનીજ ચોરી અંગે ૧૧ શખ્સો સામે પોલીસે ગુન્હો દાખલ કર્યો છે.

ખનીજ ચોરી અંગે ગાંગા કારા કડછા રે. બળેજ, માલદે ભુરા રે. માણાવદર, દેવા કારા રે.માધવપુર, પરેશ ડાયા રે. માધવપુર  યોગેશ લીલા મોકરીયા રે. પાતા, ભાવેશ કારા રે. પાતા, વિજી રાણા, મોકરીયા રેવાતા, જયંતી જીવા રે. મંડેર, વલી મહોમદ રાજમહોમ રે. માધવપુર મહેશ રામભાઇ પરમાર રે. બળેજ તથા યોગેશ મોકરીયા રે. પાતાવાળા સામે ગુન્હો નોંધાયો છે. અંદાજે લાખો રૂપીયાની ખનીજ ચોરીમાં પોલીસ તપાસ પુર્ણ થાય ત્યારે ખનીજ ચોરીનો કુલ ચોક્કસ આંક બહાર આવશે. (૪.૬)

(1:54 pm IST)