Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

થાનનાં ખાખરાળીમાં ખાણ-ખનીજના દરોડાઃ ર૧ લાખનો મુદામાલ જપ્ત

તમામ સ્થળેથી ખનીજ માફિયાઓ નાશી છુટયા

સુરેન્દ્રનગર, તા.૨૪: જીલ્લાના થાનગઢનાં ખાખરાળી ગામે ખાણ-ખનીજ વિભાગે દરોડા પાડીને ૨૧.૯૩ ( મુદામાલને જપ્ત કરતાં ખનીજ માફિયાઓમાં નાશભાગ મચી ગઇ હતી.

આ અંગેની વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા અંગેની વ્યાપક ફરિયાદો જિલ્લા કલેકટર કે. રાજેશ તથા જિલ્લા પોલીસ વડા મનીંદર પ્રતાપસિંહ પવારને મળતાં, ખાણ ખાણીજના અધિકારીઓ, રેવન્યુ અધિકારીઓ તથા પોલીસ અધિકારીઓની બનેલી સંયુકત ટીમ દ્વારા થાનગઢ વિસ્તારમાં સયુંકત કોમ્બિન્ગ હાથ ધરી, ખનીજ માફિયાઓ વિરુદ્ઘ કાર્યવાહી કરી ટ્રેચટર,ચરખીઓ, ખનીજ તેમજ ખનીજ કાઢવાના સાધનો સહિત આશરે ૨૧,૯૩,૫૦૦ નો મુદ્દામાલ પકડી પાડી, કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવતા, ખનીજ માફિયાઓમાં નાસભાગ મચી ગઇ હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા અંગેની વ્યાપક ફરિયાદો જિલ્લા કલેકટર કે. રાજેશ તથા જિલ્લા પોલીસ વડા મનીંદર પ્રતાપસિંહ પવારને મળતાં, જિલ્લા પોલીસ વડાશ્રી મનીંદર પ્રતાપસિંહ પવારની સુચના આધારે લીંબડી ડીવાયએસપી ડી.વી. બસીયાના માર્ગદર્શન હેઠળ થાનગઢ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. ડી.એમ.ઢોલ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પો.સ.ઇ. એસ.બી.સોલંકી તથા સ્ટાફના હે.કો. રણજીતસિંહ, ઘનશ્યામભાઈ, દાદુભાઈ, હરદેવસિંહ, ડાયાલાલ, યોગેન્દ્રસિંહ, મહિપતસિંહ, સંજયસિંહ, દાજીરાજ, મહીપાલસિહ તથા ના.પો.અધિ.શ્રી લીંબડીની કચેરીના સહદેવસિહ ઝાલા તથા થાનગઢ પો.સ્ટેશના પો.સ.ઇ. એમ.આર.પલાસ, પો.સ.ઈ. એ.વી.પાતાળીયા, મદીનખાન મલેક, રૂપાભાઈ જોગરાણા, સુરેશભાઈ મકવાણા, વસંતભાઇ સોનારા, ચેતનભાઇ, ઈન્દ્રજીતસિહ સહિતના સ્ટાફની ટીમ તથા ખાણ ખનીજ વિભાગના આસી. જીઓલોજીસ્ટ કિરણ પરમાર, કુણાલ રોકડ, તથા રેવન્યૂ તલાટી સહિતના સ્ટાફની સયુંકત ટીમ દ્વારા થાનગઢ તાલુકાના ખાખરાળી ગામની સીમ તથા જામવાળી ગામની સીમમાં એકસાથે રેઇડ કરતા, ખનીજ ચોરી કરતા, ખનીજ માફિયાઓમાં નાસભાગ મચી ગઇ હતી. રેઇડ કરનાર ટીમો દ્વારા ખાખરાળી તથા જામવાળીગામની સીમમાંથી ખનીજ ખનન માટે વપરાતી ચરખીઓ ઓઇલ એન્જીન સહિત ૦૫ તથા ઓઇલ એન્જીન વગરની ચરખી ૦૪ એમ કુલ ૦૯ તથા ટ્રેકટર ૦૪ કંમ્પરેશર ૦૪ તથા ૧૦ ટન જેટલી કાર્બોસેલનો જથ્થો મળી, કુલ ૨૧,૯૩,૫૦૦/-નો મુદામાલ જપ્ત કરી, થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરાવી, ખાણ ખનીજ ખાતા તરફથી સર્વે તથા ઇન્કવાયરી સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

થાનગઢ તાલુકાના ખાખરાળી તથા જામવાળી ગામની સીમમાં સંયુકત ટીમ દ્વારા એક સાથે છાપો મારતા, ખનીજ માફિયાઓ પોતાની સાધન સામગ્રી, વાહનો તથા કાઢવામાં આવેલ ખનીજ કાર્બોસેલ છોડીને નાસી ગયા હતા. આ જગ્યાએ કોના દ્વારા ગેર કાયદેસર ખનીજ ખનન કરવામાં આવી રહેલ હતું..? ખનીજ ખનન કરાવનાર માસ્ટર માઈન્ડ કોણ છે..? પકડાયેલ વાહનો કોના છે...આરોપીઓ કોણ કોણ છે...? વિગેરે બાબતે ખાણ ખનીજ ખાતા દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે.(૨૩.૯)

(1:54 pm IST)