Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

શરદપૂનમની ઉજવણી : રાત્રે રાસ-ગરબાની જામશે રમઝટ

સૌરાષ્ટ્ર-કચ્છમાં ગામે-ગામ શરદોત્સવ કાર્યક્રમ : દૂધ-પૌવાની પ્રસાદી અર્પણ કરાશે

રાજકોટ તા.૨૪ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં આજે શરદપૂનમની ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી રહી છે અને રાત્રીના રાસ ગરબાની રમઝટ જામશે.

 

શરદપૂનમના દિવસે દૂધ પૌવાની પ્રસાદીનું મહતા છે. જેના કારણે દૂધ પૌવાની સામુહિક પ્રસાદીનો પણ મોટી સંખ્યામાં લોકો લાભ લેશે.

 

જૂનાગઢ

વરિયા વૈશ્નવ પ્રજાપતિ દ્વારા આજે બુધવારના ભવનાથ એકતા ભવન ખાતે રાત્રે ૮ કલાકે શરદોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.

જ્ઞાતિના યુવક યુવતીઓ તથા બાળકોમાં રહેલી પ્રતિભાઓને બહાર લાવવાના પ્રયાસ સ્વરૂપે જ્ઞાતીની નવનિયુકત કારોબારી તથા યુવક મંડળ દ્વારા આ કાર્યક્રમમાં ભાગ લેનાર ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવાનુ આયોજન કરવામાં આવેલ છે.

આ શરદોત્સવ કાર્યક્રમ જ્ઞાતિમાં પ્રથમવાર આયોજીત કરવામાં આવેલ છે. જેથી રાસ રમનારમાંથી વેલડ્રેસ તથા સારો દેખાવ કરનારને સુંદર ઇનામ પણ વિતરણ કરાશે.

વરિયા વૈષ્ણવ પ્રજાપતિ જ્ઞાતિના કારોબારી તથા યુવક મંડળ દ્વારા આયોજીત આ શરદોત્સવ કાર્યક્રમ સફળ રહેશે તો આગામી ૨૦૧૯માં આસો માસના નવરાત્રીનું આયોજન જ્ઞાતિ પૂરતુ જ યોજાઇ તેની વિચારણા ચાલી રહી છે. જેથી જ્ઞાતિના તમામ પરિવારજનોને આ શરદોત્સવમાં ભાગ લેવા તેમજ હાજરી આપવા આમંત્રણ પાઠવાયુ છે. તેમ પ્રમુખ હસમુખભાઇ ખેરાળા, મંત્રી ચંદુભાઇ વાડોલીયાએ જણાવ્યુ છે.

વઢવાણ

વઢવાણ : સુરેન્દ્રનગર જવાહરચોક વિસ્તારમાં આવેલા મૂળી તાબેના સ્વામીનારાયણ મંદિર ખાતે ભવ્ય શરદોત્સવ ઉજવણી કરવા માટેનુ એક ભવ્ય આયોજન તા.૨૪-૧૦ના રોજ હાથ ધરવામાં આવેલ છે.

સ્વામીનારાયણ મંદિર ખાતે ૨૪-૧૦ના રોજ રાત્રીના ૯-૩૦ થી ૧૨-૩૦ સુધી શરદોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે અને શરદોત્સવ બાદમાં તમામ જે હરિભકતો જે ભાગ લેનાર છે જેમને મહાપ્રસાદ સ્વરૂપે કેશર સાકર યુકત દુધ પૌવાનો મહાપ્રસાદનુ ભવ્ય આયોજન હાથ ધરવામાં આવેલ છે. ત્યારે કાર્યક્રમને સફળ બનાવવા માટે ખાસ કરીને સ્વામીનારાયણ મંદિરના મહંત સ્વામી તેમજ કે.વી.સ્વામી, ત્યાગ વલ્લભસ્વામી તેમજ શૈલેન્દ્રસિંહજી ઝાલા તેમજ નરનારાયણદેવ યુવક મંડળના સભ્યો અરવિંદમામાની રાહબરી હેઠળ સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે.

(12:25 pm IST)