Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં તલાટી મંત્રીઓની હડતાલનો ત્રીજો દિ'

કામગીરી ઠપ્પ થઇ જતા અરજદારો ભારે પરેશાનઃ માંગણીઓ મુદ્દે ન્યાય આપવા રજૂઆત

પ્રથમ તસ્વીરમાં સુરેન્દ્રનગર, બીજી તસ્વીરમાં જામજોધપુરમાં તલાટી મંત્રીઓ હડતાલ ઉપર છે તે નજરે પડે છે. (તસ્વીર : ફઝલ ચૌહાણ -વઢવાણ, દર્શન મકવાણા -જામજોધપુર)

 

રાજકોટ તા. ર૪ :.. પોતાના અણઉકેલ પ્રશ્નો ઉકેલવાની માંગણી સાથે સોમવારથી સૌરાષ્ટ્ર-કચ્છના તલાટી મંત્રીઓ દ્વારા હડતાલ શરૂ કરાઇ છે.

 

જેનો આજે ત્રીજો દિવસ છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં કામગીરી ઠપ્પ થઇ ગઇ છે.

જામજોધપુર

જામજોધપુર : તલાટી મંત્રી દ્વારા હડતાલ પોતાની માંગ જેવી કે તલાટી મંત્રીને તમામ ખાતા જેવા કે પંચાયત સહકાર આંકડા શાખા વગેરેમાંથી વિસ્તરણ અધિકારી તરીકે બાટતી આપવી ર૦૦૪ થી તમામ કર્મચારીની નોકરી સળંગ ગણવી જૂની પેન્શન સન સ્કીમ ચાલુ કરવી તલાટી મંત્રી જેવી જૂની કૈડરમાંથી અલગ પડેલ રેવન્યુ તલાટીઓને જોબ કાર્ડ મુજબ કામ સોંપવુ તથા સમાન લાભો આપવા તથા સમાન પગાર ધોરણ આપવા માંગ કરી છે.

વઢવાણ

વઢવાણ : સરકારશ્રી દ્વારા તલાટી મંત્રીઓની માંગણીઓ સંતોષવામાં નહી આવતા મુળી તાલુકાના ૩૯ જેટલા તલાટીઓ સામુહિક અચોકકસ મુદતની હડતાળ પર ઉતરી ગયેલ છે મુળી તાલુકા તલાટી મંડળના પ્રમુખ દિવ્યરાજસિંહ પરમારે જણાવ્યા મુજબ સરકાર દ્વારા તલાટી મંત્રીઓની માગ નહી સ્વીકારતા ગુજરાત રાજયના તલાટી મંત્રીઓ સાથે મુળી તાલુકાના એકપણ તલાટી મંત્રી ફરજ સબંધી કોઇપણ પ્રકારની કામગીરી નહી બજાવી અચોકકસ મુદતની હડતાલ કરશે.

(12:38 pm IST)