Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

કોડીનાર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતીની ચુંટણીમાં દિનુભાઇ સોલંકી જુથના ૮ ઉમેદવારો ચુંટાયા

કોડીનાર, તા., ર૪: ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતીની તેલીબીયા બેઠના બે અને વેપારી વિભાગના ચાર સભ્યો બિન હરીફ થયા બાદ ખેડુત વિભાગની આઠ બેઠકની ગઇકાલે યોજાયેલી ચુંટણીમાં ૯ર ટકા જેવું ધીંગુ મતદાન થયું હતું જેની મત ગણત્રી આજ રોજ હાથ ધરાતા દિનુભાઇ સોલંકી જુથના આઠે આઠ ઉમેદવારો ભારે બહુતીથી ચુંટાઇ આવતા ખેતીવાડી બજારમાં દિનુ સોલંકી જુથનો દબદબો રહયો હતો.

 

ખેડુત વિભાગના ચુંટાયેલા ઉમેદવાર પૈકી કામળીયા બાલુભાઇ કાનાભાઇ (ર) ઝાલા ભરતસિંહ હામભા (૩) ડોડીયા સુભાષભાઇ વિરજાણભાઇ (૪) બારડ કાળાભાઇ નારણભાઇ (પ) બારૈયા બાબુભાઇ સોમાભાઇ (૬) બારડ પ્રતાપભાઇ મેરૂભાઇ (૭) મોરી હરીભાઇ નાથાભાઇ અને વાઢેળ ભીખાભાઇ મેરૂભાઇનો સમાવેશ થાય છે. તેલીબીયા બેઠકમાં બીન હરીફ થયેલા માં કનુભાઇ રામસિંહ પરમાર તથા લાખાણોત્રા કનુભાઇ નારણભાઇ તેમજ વેપારી બેઠકમાં બારડ જેઠાભાઇ હાજાભાઇ (ર) વિઠલાણી ચંદ્રકાંત વનરાવનદાસ (૩) સુચક તૃષાર જયેન્દ્રભાઇ તથા આદમભાઇ હાલાઇનો સમાવેશ થાય છે. એકંદરે શાંતીપુર્ણ ચુંટણી યોજાઇ હતી.(૪.૧)

(12:08 pm IST)