Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

માળીયા મિંયાણાના વેજલપર ગામે જુગાર રમતા પ પકડાયા

મોરબી તા.૨૪: માળિયા મિંયાણાના વેજલપર ગામે જુગાર રમતા પ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. મળતી વિગતો મુજબ માળિયા (મિં) તાલુકાના વેજલપર ગામે જાહેરમાં જુગાર રમતા ધરમશીભાઇ ભુપતભાઇ ગણેશીયા કોળી જયેશ હેમજીભાઇ જીંજીવાડીયા કોળી, સંજય બાબુભાઇ જીંજુવાડીયા કોળી, સંજય ઇશ્વરભાઇ જીંજુવાડીયા કોળી તેમજ અશોક હિરાભાઇ જીંજુવાડીયા કોળીને માળિયા (મિં) પોલીસે રૂ. ૩૭૧૦ની રોકડ અને રૂ. પ હજારના પાંચ મોબાઇલ મળી કુલ રૂ. ૮૭૧૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

(12:07 pm IST)