Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

વાંકાનેરની કીડઝ લેન્ડ સ્કુલમાં રાસોત્સવ

વાંકાનેર : કીડઝ લેન્ડ સ્કુલમાં વૃધ્ધઆશ્રમના અંતેવાસીઓની ઉપસ્થિતિમાં શાળાના બાળકો વાલીઓ અને આમંત્રીત વેપારી અગ્રણીઓએ સંગીતના સુર સાથે પ્રાચીન રાસની મજા માણી હતી. સાથે જૂદી જૂદી ગેઇમો રમાડી બાળકો અને વાલીઓની સ્પર્ધાત્મક ગેઇમો અને રાસમાં વિજેતાઓને સ્કુલ તરફથી ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા. રાસ ઉપસ્થિત સર્વે વાલીઓ અને સ્કુલના બાળકોએ રજૂ કર્યા હતા. સ્કુલના સંચાલકો ચિરાગભાઇ પુજારા, મેહુલભાઇ શાહ ઉપરાંત સ્કુલના શિક્ષક ભાઇઓ બહેનો અને સ્ટાફ તેમજ ઉપસ્થિત પત્રકારો અને વેપારી અગ્રણીઓના હસ્તે વિજેતા જાહેર થયેલ. વાલીઓ અને બાળકોને ઇનામો અપાયા હતા. રાસોત્સવની તસ્વીર.

(12:03 pm IST)