Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

વાંકાનેરમાં સરકારી હોસ્પિટલ માંદગીના બિછાને

વાંકાનેર એ ગ્રેડની વાંકાનેરની સરકારી હોસ્પિટલ થોડા સમય પૂર્વે જ બહુમાળી અને અદ્યતન બનાવાઇ છે. આધુનીક સાધનો સુવિધાઓ સભરની આ સરકારી હોસ્પિટલમાં હાલ માત્ર એક જ ડોકટરથી પુરી હોસ્પિટલ ચલાવાઇ રહી છે. હાલ મિશ્રઋતુ અને ગંભીર બિમારીના દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઇ રહી છે. નવા એક પણ ડોકટરની નિમણુંક થયેલ નથી. દર્દીઓમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. (તસ્વીર - અહેવાલ : મહમદ રાઠોડ, વાંકાનેર)

(12:29 pm IST)