Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

મીઠાપુર ટાટા સોલ્ટ લાઇટ દ્વારા પાવર પીન્કેથોનની ઉજવણી કરવામાં આવી

મીઠાપુરઃ દેવભુમી દ્વારકા જીલ્લાના ઔદ્યોગીક શહેર મીઠાપુર ખાતે આવેલી વિશ્વ પ્રખ્યાત ટાટા કંપની દ્વારા સ્થાનીક તમામ મહિલાઓ માટે ર૧ ઓકટોબરના રોજ પીન્કેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પીન્કેથોન ૬ દેશો અને ૬૩ શહેરોમાં યોજાઇ હતી. આનો સ્પષ્ટ ઉદેશ્ય મહિલાઓના સ્વાસ્થ્ય માટેનો છે. આ દેશો અને ૬૩ શહેરોમાં યોજાઇ હતી. આ (પીન્કેથોન યોજવાનો વિચાર સુપર મોડેલ અને પીન્કેથોનના સ્થાપક મિલીન્દ સોમણનો છે. તેમણે કહયું કે આ પીન્કેથોનનો હેતુ તમામે તમામ મહિલાઓના આરોગ્ય માટે છે. કારણ કે તમામ પરીવારોને મહિલાઓની જરૂર છે અને બાળકોને પણ મહિલાઓની જરૂર છે માટે તેમના સ્વાસ્થ્ય માટે આ પીન્કેથોન જરૂરી છે. આ ઉતમ ઉદેશ્ય માટે ટાટા સોલ્ટ લાઇટ દ્વારા મીઠાપુરમાં પણ સવારે ૬.૩૦ વાગ્યાથી આ પીન્કેથોનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મીઠાપુરની મોટા ભાગની મહિલાઓએ તથા મીઠાપુર પોલીસ સ્ટાફની મહિલાઓએ ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આ પીન્કેથોનને સફળ બનાવી હતી.(તસ્વીરઃ અહેવાલઃ દિવ્યેશ જટણીયા-મીઠાપુર)

(11:58 am IST)