Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

મોરબીના ઘુંટુમાં હરેશ કોળીને ભાઇના સાળા બાબુએ સહિતનાએ ધોકાવ્યો

મોટા ભાઇ રણજીત સાથે સાળો ઝઘડો કરતો હોઇ વચ્ચે પડતાં ડખ્ખો

રાજકોટ તા. ૨૪: મોરબીના ઘુંટુમાં રહેતાં હરેશ ચતુરભાઇ દંતેસરીયા (ઉ.૩૦) નામના કોળી યુવાનને સાંજે આઠેક વાગ્યે ગામ નજીક એકોર્ડ કારખાનાના ગેઇટ પાસે હતો ત્યારે તેના મોટા ભાઇ રણજીતના સાળા બાબુ કરસન કોળી અને સાથેના અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી ધોકાથી માર મારતાં માથામાં અને શરીરે ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.હરેશ લાદીના કારખાનામાં કામ કરે છે. તેના કહેવા મુજબ સાંજે તેના ભાઇ રણજીત સાથે તેનો સાળો બાબુ માથાકુટ કરતો હોઇ પોતે તેને ઝઘડો નહિ કરવા સમજાવીને નાઇટ શિફટમાં કામે જવા નીકળ્યો હતો. ત્યારે કારખાનાના ગેઇટ પાસે જ બાબુ સહિતનાએ અટકાવી તું શું હોશીયારી કરતો હતો? તેમ કહી ધોકાથી માર માર્યો હતો. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને ધર્મેશભાઇએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

(1:13 pm IST)