Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

પેટ્રોલ પંપમાં કામ કરવું નહોતું ગમતું એટલે જયદિપે જીવ દીધો

જસદણના બાવાજી યુવાને ત્રણ દિવસ પહેલા રોડ પર ઝેર પીધુ'તું: રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૪: જસદણની વૃંદાવન સોસાયટી-૩માં રહેતાં જયદિપ ભરતભાઇ દુધરેજીયા (ઉ.૧૭) નામના બાવાજી યુવાને  ત્રણ દિવસ પહેલા જસદણ વિંછીયા રોડ પર ઉંદર મારવાની દવા પી જતાં જસદણ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ગત સાંજે તેણે દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

આપઘાત કરનાર જયદિપ બે ભાઇમાં નાનો હતો. મોટા ભાઇનું નામ ભાવિક છે.  જયદિપના પિતા ભરતભાઇ મજૂરી કરી ગુજરાન ચલાવે છે. જયદિપ પોતે પણ પરિવારને મદદરૂપ થવા પેટ્રોલ પંપમાં નોકરી કરતો હતો. પણ તેને આ નોકરી કરવી ગમતી ન હોઇ ત્રણ દિવસ પહેલા સવારે પંપે ગયા બાદ ઘરે કામ છે તેવું કહીને વહેલો નીકળી ગયો હતો અને ઉંદર મારવાની દવા પી લીધી હતી. પરિવારજનોને જાણ થતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. યુવાન દિકરાના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને ધર્મેશભાઇએ જસદણ પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

(11:43 am IST)