Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

પ્રભાસ પાટણના ખેડૂતોનું અદ્દભૂત સાહસ ખારા પાણીમાં બાજરો વાવ્યોઃ ૨૦ મણ ઉતારાની આશા

પ્રભાસ પાટણ તા.૨૪: પ્રભાસ પાટણ વિસ્તારમાં એક સાથે શરૂઆતમાં જોરદાર વરસાદ વરસ્યા બાદ વરસાદ વરસેલ નથી. આથી પ્રભાસ પાટણનાં કોળી સમાજનાં અગ્રણી અને પ્રગતિશીલ ખેડૂત કાળાભાઇ પુંજાભાઇ ગઢીયાએ બાજરાનું વાવેતર કરેલ.

ખારા પાણીમાં બાજરો પકવવો મુશ્કેલ હોવા છતાં આ પ્રગતિશીલ ખેડૂતે સુઝ-બુઝથી સારી માવજતથી ખુબ જ સારી ગુણવતા વાળો બાજરો પકવેલ છે.

આ બાજરો વિધે ૧૫ થી ૨૦ મણ જેવો ઉગારો આપવાની શકયતા છે. આ સિવાયનાં અન્ય પાકો પણ ખારા પાણીમાં સારી રીતે પકવેલ છે.

કાળાભાઇ પુંજાભાઇ ગઢીયાએ પ્રભાસપાટણની સીમમાં ખારા પાણી વિસ્તારમાં જે સારી ગુણવતાવાળો બાજરો પકવેલ છે તે બાજરા સાથે કાળાભાઇ ગઢીયા પણ નજરે પડે છે.(૧.૩)

(9:40 am IST)