Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

પ્રભાસ પાટણની બજારમાં આખોલા યુદ્ધ શાળાના બાળકોનો ચમત્કારીક બચાવ

પ્રભાસ પાટણની મુખ્ય બજારમાં શાળા છુટવા સમયે બે આખલા યુદ્ધે ચડતા અનેક લોકોના જીવ તાળવે ચોટી ગયેલ પરંતુ શાળા છુટવા સમયે બાળકો સદ્દનસીબે આખલાની હડફેટે ચડતા રહી ગયેલ તે પ્રસંગની તસ્વીર.(તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ)

પ્રભાસ પાટણ તા.૨૪: પ્રભાસ પાટણ મેઇન બજારમાં શાક-ભાજીની માર્કેટની બાજુમાં તાલુકા પ્રા.શાળા આવેલ છે. જેમાં નાના બાળકો અભ્યાસ કરે છે જયારે આ બે આખલા યુદ્ધે ચડેલા ત્યારે આ સ્કૂલનાં બાળકો છુટેલા અને આ બાળકો આ આખલાને ઝપડે ચડે તો આ બાળકોને બચાવવા અશકય હતા પરંતુ આજુ-બાજુનાં લોકોએ આં બાળકોને જીવના જોખમે બચાવેલા છે.

શાકભાજી વેચનારા બહેનો અને ખરીદનાર તેમજ બજારનાં લોકો જીવ બચાવીને ભાગ દોડ મચી ગયેલ અને આખી બજારમાં શાકભાજી વિખરાયેલ જોવા મળેલ.

પ્રભાસ પાટણની મુખ્ય બજાર અને ગામની નાની ગલીઓમાં ખુલ્લે આમ ગાયો અને ખૂંટીયા રખડતા હોય છે. પ્રભાસ પાટણની મેઇન બજાર ખુબ જ સાકડી છે. તેમજ અંદરના રહેણાંક વિસ્તારમાં અીત ગીચતા તેમજ સાકડી ગલીઓમાં ગાયો અને ખૂંટીયા છુટવાને કારણે સતત ટ્રાફીક જોવા મળે છે. તેમાં જયારે આ ખૂંટીયા યુદ્ધે ચડે ત્યારે લોકો પોતાનો જીવ બચાવવા દોડ-ધામ કરે છે અને આવા બનાવો વારંવાર બને છે છતાં નગરપાલિકાનાં સત્તાધિશો કોઇ જાતનું ધ્યાન આપતા નથી.

સોમનાથ મંદિરની આજુ-બાજુ અને દરિયા કિનારે ચોપાટીમાં પણ ખૂંટીયા અને રખડતી ગાયોનો ભયંકર ત્રાસ છે અને વારંવાર યાત્રિકો તેમજ સ્થાનિક ખૂંટીયાની હડફેટે ચડતા ઇજાઓ થયેલ છે. તો આ ખૂંટીયાને પકડે જેથી લોકોમાં ખૂંટીયાના ત્રાસમાંથી મુકિત મળે.(૧.૩)

(9:39 am IST)