Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

દ્વારકામાં બે દિવસીય નેશનલ ટેક્ષ કોન્‍ફરન્‍સ યોજાશે

રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ લી.ના સહયોગથી યોજાનાર કોન્‍ફરન્‍સમાં ૪૦૦ ડેલીગેટસ ઉપસ્‍થિત રહેશે : પૂનમબેન માડમ, ધનરાજભાઇ નથવાણી સહિતના ઉપસ્‍થિત રહેશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર૪ : ઓલ ઇન્‍ડિયા ફેડરેશન ઓફ ટેક્ષ પ્રેકટીશનર્સ (AIFTP), સાથે નેશનલ એસોસિએશન ઓફ ટેક્ષ પ્રોફેશનલ્‍સ (NATP), ધી ગુજરાત સ્‍ટેટ  ટેક્ષ બાર એશોસિએશન (GSTBA), ટેક્ષ એડવોકેટ એશોસિએશન ઓફ ગુજરાત (TAAG), જામનગર બ્રાન્‍ચ ઓફ WIRC ઓફ ICAI, ઘી કોમર્શિયલ ટેક્ષ પ્રેકટીશનર્સ એશોસિએશન, જામનગર (CTPA Jam) અને જામનગર ટેક્ષ કન્‍સલટન્‍ટસ એશોસિએશન (JTCA) મળીને દ્વારકા ખાતે તારીખ ૦૧ અને ૦૨ ઓક્‍ટોબર ૨૦૨૨ ના રોજ બેદિવસીય નેશનલ ટેક્ષ કોન્‍ફરસન્‍સ નું આયોજન કરવા જઈ રહ્યા છે. રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રી લીમીટેડ ના સહયોગથી આયોજીત થતી આ કોન્‍ફરન્‍સમાં ભારતના વિવિધ ભાગો મથી આશરે ૪૦૦ ડેલીગેટ્‍સ ઉપસ્‍થિત રહેવાના છે જેમાં મુખ્‍ય મહેમાન તરીકે જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ શ્રી પુનમબેન માડમ અને અતિથી વિશેષ તરીકે રીલાયન્‍સ ઇન્‍ડ ની ગ્રુપ પ્રેસિડેન્‍ટ શ્રી ધનરાજભાઇ નથવાણી ઉપસ્‍થિત રહેવાના છે.

આ કોન્‍ફરન્‍સમાં ઇનકમ ટેક્ષ તથા જીએસટી ને સંકલિત અલગ અલગ વિષયો પર સમગ્ર દેશમાં જાણીતા અને તજજ્ઞો વક્‍તવ્‍ય આપવાના છે.

જેમાં દિલ્‍હી ખાતે રહેતા દેશના અગ્રગણ્‍ય વકીલ શ્રી જે. કે. મીતલ અને ગુજરાતનાં યુવા જોશ એવા શ્રી ઉચિત શેઠ, મુંબઈથી પધારવાના શ્રી નિકીતા બધેકા, જયપુરના જાણીતા એડવોકેટ શ્રી પંકજ ઘીયા જીએસટીને લગતા મુદ્દાઓ પર તથા ગુજરાત હાઇકોર્ટના સિનીયર એડવોકેટ શ્રી તુષાર હેમાણી, શ્રી સૌરભ સોપારકર ઇનક્‍મ ટેક્ષને લગતા મુદ્દાઓ પર પોતાનું જ્ઞાન પાથરવાના છે.

આ કોન્‍ફરન્‍સમાં ઇનકમ ટેક્ષ કાયદા હેઠળ જાહેર થયેલ ફેસલેસ એસેસમેન્‍ટ, બેનામી સંપત્તિ, ઇનકમ ટેક્ષ કાયદાનુ ભવિષ્‍ય, કર કાયદાઓમાં ટેકનોલોજી ના ઉપયોગનો વ્‍યાપ અને તેના લાભાલાભ, જીએસટી કાયદા હેઠળ સર્વોચ્‍ચ અદાલતોના ચુકાદાઓનું વિશ્‍લેષણ અને તેની અસરો, ઓશન ફ્રેઇટ, ઇનપુટ ટેક્ષ ક્રેડીટ, જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ થવાની છે.

આજ રોજ ઓલ ઇન્‍ડીયા ફેડરેશન ઓફ ટેક્ષ પ્રેક્‍ટીશનર્શના રાષ્‍ટ્રીય પ્રમુખ અને દિલ્‍હી - ગાજીયાબાદ (ઉ.પ્ર) ના જાણીતા વકીલ શ્રી ડી. કે ગાંધી આ માહીતીઓ આપી છે.

આ કાર્યક્રમના મુખ્‍ય ચેરમેન શ્રી ભાવિક ધોળકીયા છે તથા સંયોજક શ્રી જયેશ કાનાણી છે તથા આ કાર્યક્રમના સફળ આયોજન માટે સહ સંયોજક તરીકે શ્રી નિલય પોપટ, શ્રી કૌપિલ દોષી, શ્રી અંકિત સાવલા, શ્રી સૈફી કુરેશીએ પોતાનું યોગદાન આપ્‍યું છે અને શ્રી અક્ષત વ્‍યાસ, શ્રી સમીર જાનીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ ઓપ લઇ રહ્યો ર્છેં

આ કાર્યક્રમમાં જામનગર બ્રાંચ ઓફ ICAI ના ચેરમેન શ્રીમતિ દીપી ગોસ્‍વામી, જામનગર ટેક્ષ કન્‍સેલટન્‍ટ એશોના પ્રમુખ શ્રી આનંદ રાયચુરા, ધી ગુજરાત સેલ્‍સ ટેક્ષ બાર એશો. ના પ્રમુખ શ્રી હર્નિષ મોઢ, ધી ટેક્ષ એડવોકેટ એશો. ઓફ ગુજરાતનાં પ્રમુખ શ્રી પંકજ ભાઇ શાહ, નેશનલ એશો. ઓફ ટેક્ષ પ્રોફે‘લના રાષ્‍ટ્રીય મંત્રીશ્રી નિગમ શાહ, ધી કોમર્શિયલ ટેક્ષ પ્રેક્‍ટીશનર્શ એશો- જામનગર ના ઉપપ્રમુખ શ્રી રવિન્‍દ્ર માણેક વગેરે પોતાની સંપુર્ણ ટીમ સાથે છેલ્લા ૩ મહીનાથી કાર્યરત છે તથા આવનાર દરેક મેમ્‍બરોની આવાગમનની તૈયારીઓ મેક માઇ ટ્રીપ વળા  વિશાલ દુધેલાએ કરેલ છે. તેમ મીડીયા સંયોજક રાકેશ ભટ્ટ - ૮૮૪૯૩૮૫૩૩૫, મુકેશ વિરાણી -  ૯૩૭૪૪૭૮૦૭૯, જગદીશ ઘાડીયા - ૯૪૨૬૯૦૭૧૧૫ એ જણાવ્‍યું છે.

(1:35 pm IST)