Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

૨૪ વર્ષથી ખૂનના બનાવમાં ફરાર રહેલ બાળકિશોર ધારીનો કીટો યુવાનીમાં ઝડપાયોઃ પોલીસે શોધી કાઢયો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૨૪: અશોકકુમાર મહાનિરીક્ષકશ્રી  ભાવનગરનાઓએ રેન્‍જના જીલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓ/ફરાર કેદીઓ પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્‍વયે હિંમકર સિંહ અધિક્ષક, અમરલીનાઓ દ્વારા રાજય/ જીલ્લાના નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી પેરોલ/ફર્લો તથા વચગાળાના જામીન રજા પરથી ફરાર કેદીઓને પકડવા જરૂરી સુચના આપેલ હોય તેમજ તેમજ  હાઇકોર્ટ દ્વારા રપ (પચ્‍ચીસ ) વર્ષ જુના કેસો વહેલા ચલાવવા આદેશ આપેલ હોય જેથી એડી. ચીફ જયુ. મેજી. (સી.સી.એલ.) અમરેલી કોટ દ્વારા સને-૧૯૯૯ થી પકડ વોરંટના કામે કરાર આરોપીને પકડવા જણાવેલ.

જે સબબ પો.ઇન્‍સ. એલ.સી.બી. તથા પો.સબ ઇન્‍સ. પેરોલ ફલો સ્‍કવોર્ડ અમરેલી નાઓને આરોપીને પકડવા ખાસ સુચના આપેલ હોય જે અન્‍વયે શ્રી આર.ડી.દિવાકર પો.સબ.ઇન્‍સ. પેરોલ ફર્લો સ્‍ક્‍વોડ અમરલી નાઓની ટીમ દ્વારા અમરેલી સીટી પો.સ્‍ટે. ક.ગુ.ર.નં.૪૮/૧૯૯૭ આઇપીસી ક્‍લમ- ૩૦૨ વિ. મુજબના કામે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર સને-૧૯૯૯ થી પકડ વોરંટના કામે ફરાર હોય અને જે હાલ પુખ્‍ત વયનો હોય જેને ધારી હીમખીમડી પરા વિસ્‍તારમાંથી બાતમી આધારે શોધી કાઢી કોર્ટ અમરેલી સમક્ષ  કિશોર ઉર્ફે કીરીટ ઉર્ડે કીટો પોપટભાઇ ચોહાણ ઉ.વ.૪૩ રહે-અમરેલી રોકડીયા પરા હાલ-રહે. ધારી હીમખીમડીપરાને રજૂ કરેલ છે.

આ કામે સને-૧૯૯૭માં કાયદાના સંધષમાં આવેલ બાળ કિશોરએ ખુન કરેલ હોય અને જે તે વખતે બાળ કિશોર હોવાથી વાલી જામીન થતાં જામીન પર છુટેલ અને ત્‍યાર બાદ સને-૧૯૯૯ થી સદરહું કેસમાં બાળ કિશોર સી.સી.એલ. કોટ અમરેલી સમક્ષ હાજર રહેતો ન હોય જેથી કોર્ટ દ્વારા વારંવાર પકડ વોરંટ ઇસ્‍યુ કરેલ હોય અને પકડ વોરંટના કામે બાળ કિશોર હાલ-પુખ્‍ત આરોપી ફરાર હતો.

(1:34 pm IST)