Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

ખંભાળીયા ટાઉન હોલના ઇલેકટ્રીક રૂમમાં શોક સરકીટથી આગ લાગી

ખંભાળીયા તા. ર૪ :  પાલિકાના પોરબંદર રોડ પર આવેલા ટાઉનહોલમાં આવેલા ઇલેકટ્રીક રૂમમાં ગઇકાલે સાંજે શોકસરકીટથી આગ લાગતા રૂમમાં બે મીટરો તથા વાયરીગ ભસ્‍કીભૂત થઇ ગયું હતું તથા આગના ભડકા સાથે ધુમાડા તથા વાયર બળવાની દુર્ગંધ ફેલાઇ હતી.

જોકે ટાઉન હોલ ખાલી હતો કોઇ કાર્યક્રમના હોય કોઇ હાજર ન હતું બનાવાની જાણ થતા ફાયર ઓફીસર મીતરાજસિંહ પરમાર તુરતજ સ્‍થળ પર ફાયરગાડી સાથે પહોંચી ગયા હતા. તથા વીજ પુરવડો બંધ કરી આગને કાબુ કરી હતી.

પાલિકા ચીફ ઓફીસર યશવંતસિંહ વાઘેલા પણ તુરત ત્‍યા પહોંચી ગયા હતા તથા પાલિકાના વીજળી વિભાગના કર્મીને તાકીદે રીપેરીંગ કરવા તથા બેદરકારી દાખવનાર કર્મચારીને તાકીદની બદલી પછી કરવા કાર્યવાહી હાથ ધરી હતી.

(1:33 pm IST)