Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

અમરેલીના મોણપુરની સીમમાંથી નવજાત બાળક મળતા ફરિયાદ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૨૪: મોણપુરની સીમમાં દેવાળીયા જવાના ગાડા માર્ગે કોઇ અજાણ્‍યા મહિલા અને પુરૂષે આશરે એકાદ વર્ષના પુરૂષ જાતીના બાળકને રસ્‍તાની સાઇડમાં થોરની વાડ નીચે એક સફેદ કલરના કંતાન જેવા પ્‍લાસ્‍ટીકમાં મુકી મૃત્‍યુ નિપજે તેવા ઇરાદે જાહેર જગ્‍યાએ ત્‍યજી દઇ ગુન્‍હો કર્યાની મોણપુર ગામના જયસુખભાઇ માવજીભાઇ સોલંકીએ અમરેલી તાલેકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ધમકી

લીલીયા તાલુકાના ઇંગોરળા ડાંડ ગામે બટુકભાઇ પુનાભાઇ પોલાર (ઉવ.૫૫) પોતાની ખેતીની જમીન એમપીના રાજુને ભાગવી વાવેતર કરવા આપેલ અને મજુરી કામ ઉપરાંતના ઉપાડ પેટે રૂપિયાની બટુકભાઇ પાસે માંગતા પૈસા આપવાની ના પાડતા મોબાઇલમાં ગાળો બોલી ધમકી આપ્‍યાની લીલીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મારમાર્યો

ખાંભા તાલુકાના વાંકીયામાં વિનુભાઇ ભુપતભાઇ ગૌસ્‍વામી (ઉવ.૭૪)એ તેમના મકાનની દિવાલનો લાકડાનો ટેકો રાખેલ જેને કોઇ લઇ ગયેલ હોય જેથી લગરા નારણભાઇ સરૈયાના ભાઇને કહેલ કે ટેકો, તમારા ભાઇ લઇ ગયેલ છે જેથી સારૂ નહિ લાગતા લગરા નારણભાઇ, સોનાબેન લગરાભાઇ સુરેશ, અજાકભાઇ અને ગીતાબેને ગાળો બોલી ઢીકાપાટુનો મારમારી ધમકી આપ્‍યાની ખાંભા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મારમાર્યો

જાફરબાદ તાલુકાના બાબરકોટ ગામે રહેતા સોમાતભાઇ ગભાભાઇ વાઘેલાને તેના દિકરા જગદીશ સોમાતભાઇ અને તેની પત્‍ની જયોતીબેન વાઘેલાએ ગાળો બોલી ઢીકાપાટુનો મારમાર્યાની જાફરાબાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પરિણીતાનો ત્રાસ

ઘાંચીવાડના ડુબાણીયા પા માં રહેતા મુમતાજબેન ઇકબાલભાઇ ડેરૈયાના લગ્ન ધોરાજીનાં આસીફભાઇ અબ્‍દુલભાઇ પરમાર સાથે ૨૦૧૭માં થયા હતા. તા. ૧૫મીના ધોરાજી ખાતે બપોરે ૧૨ વાગ્‍યે જમવા બાબતે મુમતાજબેનને તેના પતિ આસીફ અને સાસુ ગુલસનબેને બોલાચાલી કરેલ આસીફે તેને ઢીકાપાટુનો માર મારેલ અને સાસુએ પણ બે પથ્‍થડ મારેલ અને જ્‍યાં હાજર મુમતાજના બે જેઠ અમીન અબ્‍દુલભાઇ પરમાર અને સાહીદ અબ્‍દુલભાઇ પરમારે પણ ગાળો આપી મારવા દોડેલ અને ધમકી આપી હતી.

આ અગાઉ પણ સાસરીયા દ્વારા મુમતાજને માવતરેથી કરિયાવર લાવેલ નથી. તેમ કહી મેણા મારી માનસિક શારીરીર દુઃખ આપતા હતા પણ ગતા ૧૫ મીએ પતિ, સાસુએ માર મારી જેઠે ધમકી આપતા મુમતાજે અમરેલીથી પોતાના માતાપિતા અને ભાઇને ધોરાજી બોલાવી તેની સાથે અમરેલી આવતી રહેલ અને સિવિલમાં દાખલ થયેલ પોલીસે આ બનાવ અંગે ચારેય સામે ગુનો દાખલ કર્યો છે અને વધુ તપાસ રમેશભાઇ માલકીયા ચલાવી રહ્યા છે.

(2:56 pm IST)