Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

વેરાવળમાં રાજકીય અગ્રણી સામે દુષ્‍કર્મની ફરિયાદથી ખળભળાટ

મોડેલીંગમાં બોલાવીને ભાડે રાખેલ ફલેટમા દુષ્‍કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ થતા તપાસ

(દિપક કકકડ દ્વારા) વેરાવળ તા.ર૪ : ગીર સોમનાથના વેરાવળમાં રાજકીય અગ્રણી સામે દુષ્‍કર્મની ફરીયાદ થતા ખળભળાટ મચી ગયો છ.ે

પ્રાપ્ત માહિતી મુજબ રાજેન્‍દ્ર ભુવન રોડ ઉપર ઓફિસ ધરાવતા અને વિશ્વાસ ટેલીફિલ્‍મના માલિક ભગુભાઇ વાળાએ બહારથી મોડેલીંગ કરવા માટે છોકરીઓને બોલાવીને ભાડે રાખેલ ફલેટમાં રાત્રીના સમયે દુષ્‍કર્મ ગુજારવવામાં આવ્‍યું હતું.

જેથી પોલીસે કલમ ૩૭૬ મુજબ ગુન્‍હો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

શહેર પી.આઇ.ઇશરાણીએ જણાવેલ કે ભગુભાઇ વાળા એ દુષ્‍કર્મ કર્યુ હોય તેવી ફરીયાદ લીધેલ છે ભોગ બનેલ પીડીતાએ પોલીસને જણાવેલ હતું કે, મોડેલિંગમાં પૈસા કમાવી આપીશ તેવી રીતે લલચાવી ફોસલાવી બહારથી બોલાવી તેના ફલેટમાં લઇ જઇ ભગુભાઇ વાળા વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલ હતા અને ગીર સોમનાથ જીલ્લાના પૂર્વ જીલ્લા ઉપપ્રમુખ તરીકે કામગીરી કરતા હતા તેન તાજેતરમાં રાજીનામુ આપેલ હતું અને તને આમ આદમી પાર્ટી સાથે જોડાયેલ હતા અને તેવિશ્વાસ ટેલીફિલ્‍મના માલીક છે આ બનાવ બનતા રાજકીય ક્ષેત્રે ભારે ખળભળાટ વ્‍યાપેલ છે.

(1:32 pm IST)