Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

હરીપુરા ગામના અરજદાર સાથે ફ્રોડમાં ગયેલ રૂ.૨,૯૫,૦૦૦/ પરત અપાવતી અમરેલી પોલીસ

અમરેલી, તા.૨૪: સાયબર ક્રાઇમ પો.સ્‍ટે. અમરેલી ખાતે અરજદાર વિજયભાઇ વાલજીભાઇ મુંગલપરા રહે.હરીપુરા તા.જી.અમરેલી વાળાઓ તરફથી પોતાના બેન્‍ક એકાઉન્‍ટમાંથી કુલ રકમ રૂ.-૨,૯૫,૦૦૦/-નો ઓનલાઇન ફ્રોડ થયા અંગેની અરજી મળેલ. જે અંગે અરજદાર સાથે યોગ્‍ય સુમેળ સાધી જરૂરી તમામ વિગતો મેળવી નાણા પરત અપાવવા બેન્‍ક તથા અલગ અલગ વોલેટને ઇમેઇલ કરી યોગ્‍ય કાર્યવાહી કરી ઓનલાઇન ફ્‌ોડમાં ગયેલ તમામ રકમ રૂ.-૨,૯૫,૦૦૦/- સાયબર ક્રાઇમ પોલીસ ટીમે પરત અપાવેલ.

આમ, પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહની સુચનાથી, જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ, અમરેલીનાઓના માર્ગદર્શન હેઠળ અરજદાર વિજયભાઇ વાલજીભાઇ મુંગલપરા રહે.હરીપુરાવાળાઓ સાથે થયેલ ઓનલાઈન ફ્રોડની તમામ રકમ રૂ.૨,૯૫,૦૦૦/ પરત અપાવવામાં સાયબર ક્રાઇમ પો.સ્‍ટે. અમરેલીના I /C પોલીસ ઇન્‍સપેક્‍ટર સી.એસ.કુગસીયા, પો.સબ.ઇન્‍સ.  જે.એમ.કડછા તેમજ અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ ટીમને સફળતા મળેલ છે.

(2:56 pm IST)