Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

કેશોદના વેપારીઓએ વિદેશી કંપનીમાં મોટી રકમ ગૂમાવતા બે આરોપીઓની રીમાન્‍ડ મંજુર

(સંજય દેવાણી ધ્‍વારા) કેશોદ, તા.ર૪:  વેપારી રાજેશકુમાર મનહરલાલ લીયા એ જુલાઈ મહિનામાં આધાર પુરાવાઓ ફોન રેર્કોડિંગ સાથે લેખિતમાં ફરિયાદ કરી હતી જેનો ગુનો દાખલ કરવામાં ન આવતાં  સમક્ષ રજૂઆત કરવામાં આવતાં અંતે કેશોદ પોલીસ દ્વારા એફઆઈઆર નોંધવામાં આવી હતી. જેમાં કિશન બોરખતરીયા જયેશભાઈ પટોડીયા અને રાજેશભાઈ ખાંભલા વિરુદ્ધ કેશોદ માં વેપારી સાથે ૧૦.૮ લાખની છેતરપીંડી ની ફરિયાદ નોંધી હતી. કેશોદ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવતાં બે આરોપીઓ જુનાગઢ જેલમાં હોવાથી ટ્રાન્‍સફર વોરંટ દ્વારા છેતરપીંડી કેસના ૩ આરોપીઓમાંથી ૨ પોલીસે  અટક કરી હતી. કિશન બોરખતરીયા અને જયેશભાઈ પટોડીયા બંને આરોપીઓને કેશોદ કોર્ટેમાં રજુ કરવામાં આવેલ કેશોદ પોલીસ ની રજૂઆત બાદ બંન્ને આરોપીઓ ને અઢી દિવસના પોલીસ રિમાન્‍ડ મંજૂર કર્યા છે ત્‍યારે ૧ શિક્ષક આરોપી રાજેશભાઈ ખાંભલા ફરાર હોય જેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. વિદેશી કંપનીમાં રોકાણ કરવાની લાલચ આપી રાજેશકુમાર લિયા નામના વેપારી સહિતના અન્‍ય ને સભ્‍યો બનાવી તમામ સાથે છેતરપીંડી કરવાંમાં આવી હતી.

કેશોદ પોલીસે શિક્ષક રાજેશ ખાંભલા ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. કેશોદના વેપારીઓ મરણમૂડી રોકાણ કરી કમાવવા ને બદલે ગુમાવ્‍યા બાદ સમગ્ર કિસ્‍સો પ્રકાશમાં આવ્‍યો છે.

(1:29 pm IST)