Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

મોરબીના બેલા ગામે એકસીસ બેંકના એ.ટી.એમ.માં ૩ શખ્‍સોએ ચોરીનો પ્રયાસ કર્યો તેની મુંબઈથી જાણ થઈ'તી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા)મોરબી તા. ૨૪ : તાલુકાના બેલા ગામમાં આવેલ એકસીસ બેંકના એ.ટી.એમ.માં ચોરીનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવી છે, આ મામલે બેન્‍ક મેનેજરે CCTVમાં દેખાતાં  ૩ ઈસમો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે.

જેમાં રાજકોટમાં રહેતા એક્‍સીસ બેંકના મેનેજર રાકેશભાઇ જમનાદાસભાઇ ગોંડલીયાએ જણાવ્‍યું હતું કે,રાત્રીના સવા એક વાગ્‍યાના અરસામાં તેમને  એકસીસ બેંકના કમાન્‍ડ સેન્‍ટર મુંબઈથી ફોન આવ્‍યો હતો કે,મોરબી તાલુકાના બેલા ગામે ગ્રામ પંચાયત કચેરી નજીક આવેલ એ.ટી.એમ.માં સાયરન ચાલુ થઇ ગયેલ છે અને કોઈ તફલીફ છે જેથી સત્‍વરે એ.ટી.એમ.માં ચકાસણી કરવામાં આવે. જે બાદ રાકેશભાઇ બેલા ગામે રહેતા એકસીસ બેંકના ડેપ્‍યુટી મેનેજર કમલેશભાઇ ડાયાભાઇ ચારોલા સમગ્ર બનાવની જાણ કરી હતી.

જેથી કમલેશભાઇ ઘટના સ્‍થળે પહોંચ્‍યા હતા અને તેમણે રાકેશભાઈને જણાવ્‍યું હતું કે, એ.ટી.એમમાં તોડફોડ કરવામાં આવી છે. આ અંગેની જાણ થતા જ બીજે દિવસે સવારે રાકેશભાઈ બેલા ગામે આવ્‍યા હતા અને તેમણે નિહાળ્‍યું હતું કે, બેંકના એ.ટી.એમ. બુથમાં ઉપરની રોલરનું પતરૂ તોડી નાખવામાં આવ્‍યું હતું પરંતુ મશીનમાં કાંઈ તૂટયું ન હતું. અને અંદર બેલેન્‍સ પણ સલામત હતી, જેથી એ.ટી.એમ.માંથી કોઇ ચીજવસ્‍તુની ચોરી થઈ ન હોવાની પુષ્ટિ થઈ હતી. ત્‍યારબાદ તેમણે બેંકના ઘ્‍ઘ્‍વ્‍સ્‍ ચકાસતા તેમાં રાત્રીના આશરે એક વાગ્‍યાથી સવા એક વાગ્‍યા દરમ્‍યાન આશરે ૨૨ થી ૩૦ વર્ષની ઉંમરના ત્રણ શખ્‍સો એ.ટી.એમ. માં રાત્રીના પ્રવેશ કરી એ.ટી.એમ. તોડી ચોરી કરવાની કોશિષ કરતા હોવાનું સામે આવ્‍યું હતું.

આ ફરિયાદીના આધારે પોલીસે ઇ.પી.કો. કલમ-૪૫૭, ૪૬૧, ૩૮૦, ૫૧૧, ૧૧૪ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, થોડા સમય પહેલા રવાપર રોડ પર આવેલ એ.ટી.એમ.માં ચોરીનો પ્રયાસ થયો હતો ત્‍યારે તસ્‍કરો જાણે પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા હોય તેવા દૃશ્‍યો સર્જાયા રહ્યા છે અને હવે સ્‍થાનિકો દ્વારા પોલીસના નાઈટ પેટ્રોલિંગ અંગે પણ તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. હવે જોવાનું રહેશે પોલીસ આ મામલે શું કાર્યવાહી કરશે

(1:26 pm IST)