Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

માંડાવડમાં સંસ્‍કાર સિંચન કાર્યક્રમ યોજાયો

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદરઃ શૈક્ષણિક સંકુલ-માંડાવડ ખાતે સંસ્‍કાર સિંચન કાર્યક્રમ યોજાયો હતો. ૅદેશના ઉજજવળ ભાવિનું ઘડતર સંસ્‍કારી યુવાઓ દ્વારા થશે. રાષ્‍ટ્ર પ્રત્‍યે ની જવાબદારીઓ નિભાવો..તેમ ડો.કુમન ખુંટ દ્વારા જણાવાયુ હતુ.આચાયૅ પ્રફુલ વાડદોરીયાના અધ્‍યક્ષ સ્‍થાને વી.ડી.પટેલ શૈક્ષણિક સંકુલ માંડાવડના આંગણે સંસ્‍કાર સિંચનનો કાર્યક્રમ સંપન્ન થયો હતો. આજે મોબાઈલ અને ઈન્‍ટરનેટને કારણે ઉદભવતા દૂષણોને લીધે તરૂણો  ભારતીય સંસ્‍કળતિના સંસ્‍કારોથી વિપરીત થતા જાય છે ત્‍યારે રાષ્‍ટ્રીય સ્‍વયં સંઘના સૌરાષ્‍ટ્ર એકમના કુંટુંબ પ્રબોધન ગતિવિધી - સૌરાષ્‍ટ્ર પ્રાંતના સંયોજક ડો. કુમન ખૂંટ દ્વારા વિધાર્થીઓને કુંટુંબ વ્‍યવસ્‍થા તેમજ આજના સમાજમાં તરૂણો જે પヘમિી સંસ્‍કળતિની દિશાવિહીન વિચારધારાઓ દ્વારા ગેરમાર્ગે દોરવાઈ જાય છે તેમાંથી કેમ બચવું..? તેની શિસ્‍તસંયમની કેળવણી આપી હતી.શહેરી કલ્‍ચરમાં વિવિધ નશીલી દવાઓને કારણે યુવાધન હિંસાત્‍મક બનતો જાય છે તે માટે વિધાર્થીઓને સારા શિક્ષણ મેળવી કુસંગતથી દૂર રહેવાનું કહયું હતું.આ પ્રસંગે આર્યસમાજ વિસાવદરના મંત્રી સી.વી.ચૌહાણે બાળકોને વેદ ઉપનિષદની વાત કરી અને સમાજમાં ઉચ્‍ચ કક્ષાએ પહોચી રાષ્‍ટ્રને મજબૂતી પ્રદાન કરો એવી શીખ આપી હતી. આર્યસમાજના સદસ્‍ય નિવળત એગ્રી.ઓફીસર માલવિયા કાર્યક્રમમા ઉપસ્‍થિત રહ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષણ નિયામક મણિલાલ ભેસાણીયાના માર્ગદર્શન હેઠળ શિક્ષક મુકેશ મોરબીયા, સેજલબેન માંગરોલિયાએ જહેમત ઉઠાવી હતી.મેનેજીંગ ટ્રસ્‍ટી જે.કે.ઠેસિયાએ અભિનંદન આપ્‍યા હતા.

(1:26 pm IST)