Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

જુનાગઢમાં સોમવારથી ‘હું છુ રઘુવંશી રાસોત્‍સવ...'ની જમાવટ

રઘુવંશી પરિવાર મિત્ર મંડળ દ્વારા મધુવન પાર્ટી પ્‍લોટમાં ભવ્‍ય આયોજન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૪: શ્રીનાથજી બાવા તથા જલારામ બાપાની અસીમ કૃપા તથા પ.પુ.૧૦૦૮ શ્રી શરદરાયજી મહોદય વિઠ્ઠલેશ ભવન હવેલી જુનાગઢના આર્શીવાદ વડિલોના માર્ગદર્શન હેઠળ તા.૨૬થી તા.૫-૧૦-૨૦૨૨ સુધી જલારામ મંદિર બાયપાસ પાસે આવેલ મધુવન પાર્ટી પ્‍લોટમાં ભવ્‍ય રાસોત્‍સવની ઉજવવાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવેલ છે. જેને રઘુવંશી યુવાનો ભાઇઓ-બહેનોનો સંપુર્ણ સાથ-સહકાર પણ મળી રહ્યો છે.

ફકત ટોકનદરે એન્‍ટ્રીપાસ તથા આધારકાર્ડ દ્વારા કમાવવાની કે રૂપિયા બચત કરવાની વાતને બાજુએ મુકી સામાન્‍ય પરિસ્‍થિતીના રઘુવંશી પરીવારો માટે આ રાસોત્‍સવનો ગર્વ સાથે આનંદ પણ મળી  શકશે.

આયોજકઓએ જણાવેલ, કે જલારામ બાપાના મંદિરની પાસે આવેલ મધુવન પાર્ટીપ્‍લોટ આવેલ છે જે જૂનાગઢમાં સૌથી મોટો પાર્ટી પ્‍લોટ છે તેમાં ૧ લાખ વોટ ડીઝીટલ લાઇટ એન્‍ડ સાઉન્‍ડ સીસ્‍ટમ, ગુજરાતમાં જાણીતા સીંગર માધવ સાંગાણી, રીધ્‍ધીબેન પોપટના મધુર કંઠે તથા વિશાળ લાઇટ, સીસીટીવી અને સીટીંગની સુસજ્જ પાર્કીગની પુરતી સુવિધાઓ સાથે દરેક પ્રકારની સિટીંગ વ્‍યવસ્‍થાઓ સાથે સીકયુરીટી અને વિશાળ કેન્‍ટીન જેવી સુવિધાઓ સાથે દરેક પ્રકારની બેઠક વ્‍યવસ્‍થા સાથે સંપુર્ણ રઘુવંશી પરીવારની બહેનોની સલામતી જળવાઇ રહે તેવુ યાદગીરીરૂપ આયોજન કરવામાં આવનાર છે. એમ આયોજક રસિકભાઇ પોપટએ  જણાવેલ છે.

જુનાગઢ શહેર અને આસપાસના ગામોમાં રહેતા રઘુવંશી પરીવારોને આ આયોજનને અભુતપૂર્વ સફળતા અપાવશે.

સફળ બનાવવા રસીક પોપટ, સંજય પોપટ, માધવ વિઠાલણી, તેજસ ઉનડકટ, મુન્‍નાભાઇ કોટ, હીરેન કારીયા, સંજય મશરૂ, શ્‍યામ રાયચુરા, ગોવિંદ ઉનડકટ, વિપૂલ આડતીયા, ભરત સોઢા, મનીષ ચંદારાણા, જયેશ રૂપારેલીયા, રાજેશ ઠક્કર, કેવલ અઢીયા સહિતના જહેમત ઉઠાવે છે.

(1:23 pm IST)