Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

બગોદરા પાસે બે પદયાત્રીઓના મોત

નવરાત્રી પૂર્વે જવારા વાવવાના પ્રસંગમાં વતન વઢવાણના ખજેલી ગામે આવતા'તા : હાલમાં બંને કુટુંબીજનો આણંદ રહે છે : હડફેટે લઇ અજાણ્‍યો વાહન ચાલક છૂ

 

 

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૨૪ : વઢવાણ તાલુકાના ખજેલી ગામના મૂળ વતની અને હાલમાં આણંદ ખાતે રહેતા અને પગપાળા પોતાના વતન તરફ નવરાત્રીમાં જવારા વાવવાના -સંગમાં આવી રહ્યા હતા ત્‍યારે અરણેજ ગામના પાટીયા પાસે અજાણ્‍યા વાહનના ચાલકે બંનેને અડફેટે લેતા સાથે ઘટના સ્‍થળે બંનેના મોત થયા હતા.

 સુરેન્‍દ્રનગર જિલ્લાના નેશનલ હાઈવે ઉપર દિન પ્રતિદિન અકસ્‍માતોના બનાવો વધી રહ્યા છે અને ત્‍યારે અકસ્‍માત માટે કુખ્‍યાત બનેલ બગોદરા હાઈવે કે જ્‍યાં દરરોજ અકસ્‍માતોની ઘટનાઓ સામે આવી રહી છે આ સિક્‍સ હાઈવે નું કામકાજ શરૂ હોવાના કારણે અને વાહનોની સ્‍પીડ વધારે રાખી અને આડેધડ વાહનો ચલાવી વાહનોના ચાલક અકસ્‍માતો સર્જી અને નિર્દોષ લોકોના પ્રાણ લઈ રહ્યા છે ત્‍યારે હાલમાં બગોદરા પાસેના આણેજ ગામના પાટીયા પાસે બે પદયાત્રી ના અજાણ્‍યા વાહનના ચાલકે અડફેટે લઈ અને ગંભીર ઇજા પહોંચાડતા ઘટના સ્‍થળ ઉપર જ બંનેના  મોત નીપજ્‍યા છે

 વઢવાણ તાલુકાના ખજેલી ગામ ખાતે શોકનો માહોલ છવાઈ જવા પામ્‍યો છે વઢવાણના વતની અને મૂળ ખજેલી ગામના મૂળ વતની છે અને હાલમાં પોતે આણંદ ખાતે રહે છે ત્‍યારે નવરાત્રી શરૂ થતી હોવાના કારણે માતાજીના મઢે જવારા રોપવાના હોવાના કારણે આ બંને યુવાનો પગપાળા આણંદ ગામ ખાતેથી આવી રહ્યા હતા .ઘટના સ્‍થળ ઉપર રણછોડભાઈ ઓગળભાઈ ચિહલા ઉંમર વર્ષ ૭૭ તેમજ નાગજીભાઈ ભુરાભાઈ ચિહલા ઉંમર વર્ષ ૫૫ના   મોત નીપજ્‍યા છે 

જ્‍યારે નવરાત્રી પ્રસંગમાં જવારા રોપવાની કામગીરીમાં પણ વિઘ્‍ન સર્જાયું છે હાલમાં બગોદરા પોલીસ ઘટના સ્‍થળે પહોંચી અને બંનેને પીએમ માટે સરકારી દવાખાને ખસેડવામાં આવ્‍યા છે અને આગળની પોલીસ ફરિયાદ નોંધ અને અજાણ્‍યા વાહન ચાલકની શોધખોળ કરવામાં આવી છે.

(1:22 pm IST)