Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

પોરબંદર : સોશ્‍યલ મીડીયામાં ફેક એકાઉન્‍ટ બનાવીને હેરાનગતીના ગુન્‍હામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

પોરબંદર, તા., ૨૪:  સોશ્‍યલ મીડીયામાં ફેક એકાઉન્‍ટ બનાવીને હેરાનગતી કરવાના ગુન્‍હામાં ૩ માસથી નાસતો ફરતો બગસરાના રફાલા ગામના રાજેશ બાબુભાઇ ચૌહાણને પોરબંદર પોલીસે પકડીને કાર્યવાહી કરી છે.

પોલીસ અધિક્ષક ડો.રવી મોહન સૈનીની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક પોરબંદર શહેર શ્રી આર.એન.રાઠવાના માર્ગશર્દન  મુજબ સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનના પીઆઇ વી.કે.ગોલવેલકરની સુચનાથી પીએસઆઇ એન.જે.રાવલ તથા કોન્‍સ્‍ટેબલ કૃણાલસિંહ પ્રવિણસિંહને ટીમ સાથે મોકલી ગુન્‍હાના કામે ફરીયાદીના નામનું ફેક એકાઉન્‍ટ બનાવી તેણીને સોશ્‍યલ મીડીયા પર બદનામ કરી માનસીક હેરાનગતી  કરતા અજાણ્‍યા ઇન્‍સ્‍ટાગ્રામ એકાઉન્‍ટ ધારકની માહીતી મેળવી આ કામે છેલ્લા ત્રણ માસથી  નાસતા ફરતા આરોપી રાજેશ બાબુભાઇ ચૌહાણ ઉ.વ.રર રહે. રફાલા ગામ તા.બગસરા વાળો હોવાનું ફલીત થતા આ આરોપીને અમરેલી ખાતેથી પકડી પાડી તેના વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આરોપીને પકડવાની પીઆઇ વી.કે.ગોલવેલકર પીએસઆઇ એન.જે.રાવલ એસ.કે. જાડેજા તથા સ્‍ટાફના હેડ કોન્‍સ્‍ટેબલ કે.બી.ઓડેદરા, કોન્‍સ્‍ટેબલ કૃણાલસિંહ પ્રવિણસિંહ જોડાયેલ હતા.

(1:18 pm IST)