Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

જસદણના ચકચારી હત્‍યા-લુંટના કેસમાં પકડાયેલ આરોપીના હાઇકોર્ટમાં જામીન મંજુર

રાજકોટ, તા., ૨૪: અત્રે આરોપી હિતેષ ધીરજલાલ ઉર્ફે ધીરુભાઇ ડોડીયા સહીત કુલ ૭ આરોપીઓનું જસદણ પોલીસ દ્વરા માવજીભાઇ વાસાણીની હત્‍યા કરવાના ગુન્‍હાના કામે ધરપકડ કરવામાં આવતા આરોપી હિતેષ ડોડીયાએ કરેલ જામીન અરજી ગુજરાત હાઇકોર્ટે મંજુર કરી હતી.

આ કામે જસદણ પોલીસ દ્વારા આરોપી હિતેષ ડોડીયા, આનંદસીંગ મેઘવાલ, વિકાસ સ્‍વામી, નિતેમશભાઇ જાંગીડા, સંદીપ પ્રસનીયા, રાજલબેન હિતેષભાઇ ડોડીયા, પુજાબેન ઉર્ફે પુજલીની પોલીસ દ્વારા ધરપકડ  કરવામાં આવેલ અને ત્‍યાર બાદ તપાસ પુર્ણ થતા ઇ.પી.કો. કલમ ૩૦ર, ૩૯૬, ૩ર૩, ૪૪૭, ૧ર૦ (બી), ૩૪, ૪૪૯ હેઠળ ચાર્જશીટ તપાસ કરનાર અધિકારી દ્વારા ફાઇલ કરવામાં આવેલ હતું.

આરોપી હિતેષ ડોડીયાની ધરપકડ થતા આરોપીએ તેમના એડવોકેટ મારફત ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરેલ હતી.

બન્ને પક્ષોને વિગતવાર સાંભળી હાઇકોર્ટનાં ન્‍યાયમુર્તિશ્રી એવા નિષ્‍કર્ષ પર આવેલ હતા કે ફરીયાદ પક્ષનો કેસ જોવામાં આવે તો હાલના આરોપી તેમના બાળકો સાથે બનાવ સ્‍થળેથી પરત ચાલ્‍યા ગયેલ હોય તેમજ કેસના સંજોગો ધ્‍યાનમાં લેવામાં આવે અને આરોપીએ ભજવેલ ભાગ ધ્‍યાને  લઇ આરોપીને શરતોને આધીન જામીન પર છોડવા હુકમ ફરમાવેલ હતો. આરોપી હિતેષ ધીરજલાલ ડોડીયા વતી  એડવોકેટ સ્‍તવન મહેતા, નિકુંજ શુકલા, કૃશન ગોર, બ્રિજેશ ચૌહાણ, ત્રિશુલ પાનસુબીયા તથા ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ પ્રતિકભાઇ જસાણી રોકાયેલ હતા.

(1:17 pm IST)