Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

કોડીનાર : ગીર સોમનાથના અકસ્‍માત મૃત્‍યુ કેસમાં વળતર ચુકવવા ગ્રાહક ફોરમ હુકમ

કોડીનાર,તા.૨૩ : ગીર સામનાથ જીલ્લાના વેરાવળ તાલુકાના સીમાર ગામના ગુજ. ભાણાભાઈ ગાવિંદભાઈ ડાડીયા તેમજ કાડીનાર તાલુકાના મારવડ ગામના ગુજ.બચુભાઈ મુળુભાઈ લખાત્રા ધ્‍વારા સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડીયા માથી પાક ધિરાણ મેળવેલ હોય તેઓના અકસ્‍માત મળત્‍યુ કેસમા મહે.જુનાગઢના જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશન તેમજ સ્‍ટેટ કમીશન દ્વારા રૂા.૫૦,૦૦૦/- તથા ૭% લેખે વ્‍યાજ તથા ખર્ચ સહીતની રકમ ચુકવવા આદેશ.
  આ કેસની ટુંકમાં વિગત જોઈએ તો ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ તાલુકાના સીમાર ગામના ભાણાભાઈ ગોવિંદભાઈ ડાડીયાનુ ઈલેક્રટીક શાર્ટ લાગતા તા.૨૪/૦૬/૨૦૧૦ ના રોજ તેમજ કોડીનાર તાલુકાના મારવડ ગામના સ્‍વ.બચુભાઈ મુળુભાઈ લખાત્રાનુ વાહન અકસ્‍માતે તા.૨૪/૧૧/૨૦૧૨ ના રોજ અવસાન થયેલ હાય અને તેઓ ઘ્‍વારા એસ.બી.આઈ. માથી પાક ધિરાણ મેળવેલ હાય જેથી એસ.બી.આઈ.ની ક્રોપલાન હાલ્‍ડર અકસ્‍માત મળત્‍યુના વિમાની રકમ મળવા એસ.બી.આઈ.વેરાવળ તેમજ હરમડીયા શાખાને જરૂરી તમામ કાગળો સાથે અરજી કરવા છતા કોઈ વિમાની રકમ ન મળતા આ બાબતે ગુજ.ના વારસદારાએ કોડીનારના એડવોકેટ પ્રતાપસિંહ વી. ચાવડા ધ્‍વારા મે. જુનાગઢના જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશન સમક્ષ સામાવાળા ધી ન્‍યુ ઈન્‍ડીયા ઈન્‍સ.કંપની તેમજ એસ.બી.આઈ. સામે કમીશન કેસ નં.૨૧૬/ર૦૧૩ તેમજ ૨૧૫/૨૦૧૩ થી ફરીયાદ અરજી દાખલ કરતા નામદાર ફોરમ કોર્ટના તા.૧૦/૦૩/૨૦૧૫ ના રાજના હુકમ મુજબ એસ.બી.આઈ. દ્વારા ગુજ.ના વારસદારોને રૂા.૧,૦૦,૦૦૦/પુરા તેમજ ૯% લેખેનુ વ્‍યાજ તથા ખર્ચ સહીતની રકમ ચુકવવા આદેશ કરેલ જેની સામે એસ.બી.આઈ. ધ્‍વારા નામદાર સ્‍ટેટ કમીશનમા અપીલો દાખલ કરેલ જે અપીલોના કામે તા.૧૫/૦૭/૨૦૨૨ ના રાજ થયેલ હુકમ મુજબ એસ.બી.આઈ. ઘ્‍વારા ગુજ. ના વારસદારોને ક્રોપલાન હાલ્‍ડર વિમા પોલીસી અન્‍વયે રૂા.૫૦,૦૦૦/- તેમજ અરજીની તા.૧૨/૦૮/૨૦૧૩ થી ૭ % લેખે વ્‍યાજ સહીતની તમામ રકમ તથા રૂા.૫,૦૦૦/- ના ખર્ચ સહીતની તમામ ૨કમ ૩૦ દીવસમા ચુકવી આપવા હુકમ કરેલ છે.
  આમ જો કોઈ ખેડુત ખાતેદારે એસ.બી.આઈ. માથી પાક ધિરાણ મેળવેલ હોય અને તેઓનુ અકસ્‍માતે અવસાન થયેલ હાય અને જો એસ.બી.આઈ. દ્વારા ગુજ. નુ વિમા પ્રીમીયમ વિમા કંપનીમા ભરવામા આવેલ ન હાય તો વિમાની રકમ ચુકવવા બેંક જવાબદાર છે તેવો દાખલારૂપ અને ન્‍યાયના હીતમા આદેશ કરવામા આવેલ છે. અંતમા જો કોઈ ક્રાપલાન હાલ્‍ડરનુ અકસ્‍માતે અવસાન થયેલ હોય અને જે બેંક ધ્‍વારા કોઈ વિમાની રકમ મળેલ ન હાય તો મોબાઈલ નં ૯૯૦૪૬૧ ૦૦૦૫ તેમજ ૯૨૭૪૬ ૧૦૦૦૫ ઉપર સંપર્ક કરવા પણ વિનંતી.

 

(11:56 am IST)