Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

જૂનાગઢમાં સાબલપુર ચોકડી પર રેલ્‍વે ઓવરબ્રિજ માટે ૬૪ કરોડની રકમ ફાળવાઇ

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ તા. ૨૪ : મહાનગરના મુખ્‍યપદાધિકારીઓ મેયર ગિતાબેન પરમાર, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઇ શર્મા, ડે.મેયર ગિરીશભાઈ કોટેચા, સ્‍ટે.ચેરમેન હરેશભાઈ પરસાણા, શાસકપક્ષના નેતા કિરીટભાઇ ભીંભા, દંડક અરવિંદભાઈ ભલાણીની સંયુકત યાદીમાં જણાવાયેલ છે કે રાજયના શહેરી વિકાસ અને શહેરી ગળહનિર્માણ વિભાગ દ્વારા  સાબલપુર ચોકડી પાસે પર ચાર માર્ગીય (ફોરટ્રેક) આર.ઓ.બી. (રેલ્‍વે ઓવરબ્રીજ) બનાવવા માટે અંદાજીત રકમ રૂ. ૬૪ કરોડ ૩૮ લાખની ફાળવણી સાથે સૈધ્‍ધાંતિક મંજુરી આપવામાં આવેલ છે.
આ કામગીરી રેલ્‍વે વિભાગ સાથે દ્વિમાર્ગીય આરઓબી મુજબ ૫૦% ભાગીદારીથી તથા બાકીની રાજય સરકારની સહાયમાંથી ફાળવણી કરી આ કામ મંજુર કરવામાં આવેલ છે. આ કામગીરી  મહાનગરપાલિકા અને શહેરી વિકાસ કંપની દ્વારા હાથ ધરવામાં આવશે.સાબલપુર ચોકડી પર રેલ્‍વે ઓવરબ્રીજ મંજુર થતા  મહાનગરપાલિકાના મુખ્‍ય પદાધિકારીઓએ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ, શહેરી વિકાસ મંત્રી વિનોદભાઇ મોરડીયા, પ્રભારીમંત્રી અરવિંદભાઇ રૈયાણી તથા રાજય સરકારનો  આભાર માનેલ હતો. આ કામગીરી મંજુર થતા શહેરમાં આવતા પ્રવાસીઓને ટ્રાફિકની સમસ્‍યાનો સામનો કરવો નહીં પડે અને પ્રજાજનોને સુવિધા ઉભી થશે.

 

(3:02 pm IST)