Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

મીઠાપુર : પરિણીતાની ભરણપોષણની અરજી મંજુર : ફેમીલી કોર્ટે સાત હજાર રૂપીયા ચુકવવા હુકમ કર્યો

(દિવ્‍યેશ જટાણીયા દ્વારા) મીઠાપુર,તા.૨૪ : ખંભાલીયા તાલુકાના ખંભાળીયા ગામમાં રહેતા દેવલ વિરમભાઈ ભાદરવાના લગ્ન કલ્‍યાણપુર તાલુકાના ધૂમથર ગામના વિરમ રાણસીભાઈ ભાદરવા સાથે થયા હતા. લગ્ન જીવન દરમ્‍યાન તેઓને એક સંતાનનો જન્‍મ થયો હતો. દેવલબેનના તેમના પતિ વિરમભાઈ દ્વારા લગ્ન જીવન દરમ્‍યાન શારીરીક તથા માનસીક દુઃખ ત્રાસ આપી કાઢી મુકવામાં આવ્‍યા હતા જેથી દેવલબેન દ્વારા પોતાનું તથા પોતાના સગીર પુત્રનું ભરણપોષણ મેળવવા માટે ખંભાળીયાની ફેમીલી કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેમાં અરજદારના એડવોકેટ મોહમદહનીફ કે. સોઢાની દલીલો ધ્‍યાને લઈ દેવલબેનની અરજી ગ્રાહય રાખવામાં આવી હતી અને ફેમીલી કોટ દ્વારા માતા પુત્રને કુલ રૂપીયા સાત હજારનું ભરણપોષણ મંજુર કરવામાં આવ્‍યુ છે તથા અરજી ખર્ચના રૂા. ૧૦૦૦/- મંજુર કરવામાં આવ્‍યુ છે. આ કેસમાં અરજદાર તરફે એડવોકેટ મોહમદહનીફ સોઢા તથા રેહાના એમ. સોઢા તથા ઓફીસ આસી. હિતેશભાઈ રાયચુરા રોકાયેલ હતાં.

 

(2:58 pm IST)