Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

મોરબી : પડાણા રોડ પર પુરપાટ આવતા ટ્રેકટરે બાઈકને હડફેટે શ્રમિકનું મોત

(પ્રવિણ વ્‍યાસ દ્વારા)મોરબી  તા. ૨૪ : જિલ્લો હવે અકસ્‍માતનું હબ બનતો જાય છે. છાશવારે માનવ જિંદગી અકસ્‍માતના ખપ્‍પરમાં હોમાઈ રહી છે. જ્‍યાં તાજેતરમાં પડાણા રોડ પર પુરપાટ ગતિએ આવતા ટ્રેકટરે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલક શ્રમિક યુવકનું મોત થયાની ઘટના સામે આવી છે. આ મુદ્દે મળતક યુવકના માસાએ  મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે.
જેમાં ફરિયાદી અભેસીંહ નવલસીંહ ભોરૂસીંહ મેડાએ જણાવ્‍યું હતું કે, કોયલી ગામની સીમમાં ખેત મજૂરી કરતા તેમના સાઢુભાઈના શ્રમિક પુત્ર દીનેશભાઇ જોરસીંગ મેડા તેમના બાઈક હીરો હોન્‍ડા ડીલક્ષ મોટર સાયકલ રજીસ્‍ટ્રેશન નંબર-GJ-23-S-1341 પર ખોડા પીપર ગામથી પડાણા રોડ પર જતા હતા. એ સમયે આરોપીએ પોતાના હવાલાનું ટ્રેક્‍ટર રજીસ્‍ટ્રેશન નંબર  -GJ-24-K-9084 વાળું પુર ઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તેમ બેફીકરાયથી બેદરકારીથી ચલાવી દીનેશભાઇને અડફેટે લીધા હતા. જેને પગલાં અકસ્‍માત સર્જાયો હતો.
આ અકસ્‍માતમાં દીનેશભાઇને શરીરે મોઢા,દાઢીના તથા ગળાની જમણી બાજુ ગંભીર ઇજાઓ પહોંચી હતી. જયારે અક્‍સમાત સર્જી ટ્રેક્‍ટર ચાલક પોતાનું ટ્રેક્‍ટર  ત્‍યાં જ મૂકીને નાસી ગયો હતો. આ અકસ્‍માતને પગલે દીનેશભાઇને રાજકોટ સિવિલ હોસ્‍પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા હતા. જ્‍યાં સારવાર દરમિયાન તેમનનું મોત નીપજ્‍યું હતું. આ ફરિયાદીના આધારે પોલીસે IPC-કલમ-304,279, MV ACT કલમ-177,184,134 મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(2:59 pm IST)