Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

મોરબીમાં પ્રેમિકાએ સંબંધ તોડવાનું કહેતા ઉશ્‍કેરાયેલા પ્રેમીએ તલવારથી હુમલો કર્યો

 (પ્રવીણ વ્‍યાસ દ્વારા)મોરબીમાં યુવતીએ આડા સંબંધ તોડવાનું કહેતા ઉશ્‍કેરાયેલા -પ્રેમીએ તેના પર તલવાર અમને પાઇપથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની ઘટના સામે આવી છે. આ અંગે પીડિતાએ મોરબી સીટી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે.
 જેમાં ફરિયાદી ચેતનાબેન નેવીનભાઇ ગુજ્જરે આરોપી સાગર ઉર્ફે ચોટી નવઘણભાઇ મુંધવા વિરુદ્ધ ફરિયાદ દાખલ કર્યા જણાવ્‍યું હતું કે, તેમના લગ્ન ઇમરાન ઉર્ફે ટાવર મહેબુબભાઇ ચાનીયાની સાથે થયા છે. તેમના પતિ હાલ હત્‍યાના ગુનામા જેલમા છે. અને છેલ્લા બે વર્ષથી ચેતનાબેનને શકત શનાળા ગામના તથા લાયન્‍સનગર પાસેના ગોકુળ નગરમાં રહેતા સાગર ઉર્ફે ચોટી નવઘણભાઇ મુંધવાની સાથે પ્રેમ સંબંધ હતા. આ આડા સંબંધોની જેલમા રહેલ ઇમરાનને  થતા તેણે મોરબી જેલમાં મળવા આવેલ ચેતનાબેનને આ આડા સંબંધ તોડી નાખવાનું કહ્યું હતું.
  જે બાદ ગત તા. ૨૩ના રોજ નવલખી રોડ લાયન્‍સનગર સતનામ તથા શીવ આરાધના એપાર્ટમેન્‍ટ તથા ડીલક્ષ પાન પાછળની છેલ્લી શેરીમાં ચેતનાબેનના મકાનમાં સાગર તેમને મળવા આવ્‍યો હતો. એ સમયે ચેતના બેને આડા સબંધ તોડવાની વાત કરી હતી અને એમ પણ જણાવ્‍યું હતું કે, સમગ્ર મામલે તેના પતિ જાણે છે જેથી આ આડા સંબંધનો અંત લઈ આવો જરૂરી છે. તેમ કહેતા બન્ને વચ્‍ચે બોલાચાલી થઈ હતી અને રોષે ભરાયેલા સાગરે ચેતનાબેનને ગાળો ભાંડી પોતાની પાસેની તલવાર વડે તેમને માથામાં એક ઘા મારી ઇજા કરી હતી તેમજ પાઇપ વડે ચેતનાબેનના ડાબા પગના નળાના ભાગે માર માર્યોહતો.
 એ વખતે ચેતનાબેનના મોટાબેન સોનલબેન તેમના ઘેર હાજ૨ હોય તેઓ વચ્‍ચે પડી ઝઘડો અટકયો હતો. એ વખતે સાગર જતા જતા ધમકી આપી હતી કે, મને તારાથી કોઇ જુદો કરી શકે તેમ નથી અને હવે તુ જો ના પાડીશતો તને મારી નાખીશ તેમ કહી જતો રહ્યો હતો જે બાદ ચેતનાબેનને સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા હતા.
 આ ફરિયાદીના આધારે પોલીસે આઇ.પી.સી. કલમ ૩૨૩, ૩૨૪,  ૩૨૫, ૫૦૪, ૫૦૬(૨) તથા જી.પી.એક્‍ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

(11:45 am IST)