Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

મોરબી પાલિકા દ્વારા બીજા દિવસે પ્‍લાસ્‍ટિકનો જથ્‍થો જપ્ત

 મોરબી  : નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્ત કરવાની ઝુંબેશ અન્‍વયે  બીજા દિવસે પણ ચેકિંગ કરવામાં આવ્‍યું હતું જેમાં પ્‍લાસ્‍ટિક ઝબલા અને પાન પીસનો જથ્‍થો જપ્ત કરવામાં આવ્‍યો હતો. મોરબી પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સેનેટરી ઇન્‍સ્‍પેકટર કળષ્‍ણસિંહ જાડેજા અને તેની ટીમ દ્વારા શહેરના નવાડેલા રોડ અને શનાળા રોડ ખાતે ચેકિંગ કરવામાં આવ્‍યું હતું જેમાં સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકનો જથ્‍થો જપ્ત કરવામાં આવ્‍યો હતો પાલિકાની ટીમે પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક ઝબલા ૩૧ કિલો અને પ્‍લાસ્‍ટિક પાન પીસ ૧૮ પેકેટનો જથ્‍થો જપ્ત કર્યો હતો અને ૧૫૦૦ રૂનો દંડ ફટકાર્યો છે.  

 

(11:44 am IST)