Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

માલવણ પાસે સાડા બાવીસ લાખનો દારૂ ઝડપાયો

બંધ બોડીના આઇસરમાં કાચની વસ્‍તુઓની આડમાં છુપાવાયો હતો : મુંદરા લઇ જવાતો'તો

વઢવાણ તા. ૨૪ : એક લાલ કલરની બંધ બોડી વાળુ અશોક લેલન્‍ડ કંપનીની આઇસર નં. આર.જે.-૧૪-જીકે-૭૨૦૫ વાળીમાં વિદેશી દારૂનો મોટો જથ્‍થો કવરીંગની આડમાં વિરમગામ થઇ માલવણ થઇ કચ્‍છ ભુજ તરફ જનાર છે. તેવી હકીકત મળતા એલ.સી.બી. ટીમ દ્વારા પુરતી તૈયારી સાથે મોટી મજેઠી ચેકપોસ્‍ટ ખાતે બે પંચોના માણસોને બોલાવી વોચ/તપાસમાં હતા તે દરમ્‍યાન વિરમગામ હાઇવે તરફથી ઉપરોકત બાતમી વાળુ આઇસર નીકળતા જેને રોકી આ આઇસરમાં કાચની વસ્‍તુની આડમાં ચોરખાનામાં છુપાયેલો વિદેશી દારૂની શીલબંધ બોટલો નંગ-૯૨૭૪ તથા બીયર ટીન નંગ-૧૪૧૬ કુલ રૂા.૨૨,૫૪,૩૦૦/- તથા આઇસર ગાડી રજી. નં. આર.જે.-૧૪-જીકે-૭૨૦૫ કી.રૂા.૧૦,૦૦,૦૦૦/- તથા કવરીંગ માટે વપરાયેલ કાચની ચિજવસ્‍તુ કી.રૂા.૧૫,૦૦૦/- તથા ગાડીને લગતા કાગળો કી.રૂા.૦૦/૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૧ કી.રૂા.૫,૦૦૦/- મળી કુલ કી.રૂા.૩૨,૭૪,૩૦૦/- ના મુદામાલ સાથે રેઇડ દરમ્‍યાન આઇસર ગાડીનો ચાલક થાનારામ મગારામ જાટ ચૌધરી ઉવ.૨૩ ધંધો ડ્રાઇવીંગ રહે કુડાલા, નેહરો કી ઘાની તા.સીંધરી જી.બાડમેર રાજય રાજસ્‍થાન વાળો પકડાઇ જઇ અને સદરહું વિદેશી દારૂનો જથ્‍થો આરોપી નં. ૨ શેઠ જી ના કહેવાથી સુરત ખાતે લઇ મુદ્રા ખાતે જવાનો હોય જે આરોપી નં. ૨ હાજર નહી મળી આવી ગુનો કરેલ હોય તમામ મુદામાલ કબ્‍જે કરી મજકુર આરોપીઓ વિરૂધ્‍ધ પ્રોહી ધારા મુજબ બજાણા પો.સ્‍ટે.માં ગુનો રજી કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. એલ.સી.બી. ટીમ સુરેન્‍દ્રનગરના પોલીસ ઇન્‍સ્‍પેકટર એમ.ડી.ચૌધરી  પો.સબ ઇન્‍સ. વી.આર.જાડેજા, પો.હેડ કોન્‍સ. હિતેશભાઇ જેસીંગભાઇ તથા દિલીપભાઇ ભુપતભાઇ તથા જયેન્‍દ્રસિંહ જેઠીભા તથા પો.કોન્‍સ. સંજયભાઇ પ્રવિણભાઇએ રીતેની ટીમ દ્રારા સચોટ બાતમી આધારે સફળ રેઇડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જંગી જથ્‍થો ઝડપી પાડેલ છે

 

(11:44 am IST)