Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

વિધાનસભા-૭૦ સંગઠનની બેઠક : વસુબેન ત્રિવેદીનું માર્ગદર્શન

રાજકોટ : આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને પ્રદેશ ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હોય તે અંતર્ગત   શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અઘ્યક્ષતામાં અને વિધાનસભા–૭૦ના પ્રભારી વસુબેન ત્રિવેદી, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, ઉપપ્રમુખ વિરેન્દ્રસિહ ઝાલાની ઉપસ્થિતિમાં વિધાનસભા–૭૦ના સંગઠનની બેઠક યોજાઈ હતી. આ તકે વસુબેન ત્રિવેદીને આવકારી  ખેસથી શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, શહેર ભાજપ કોષાઘ્યક્ષ અનીલભાઈ પારેખ દ્વારા અને બુકથી શહેર ભાજપ કાર્યાલય મંત્રી દ્વારા સ્વાગત કરવામાં આવેલ હતું.આ કાર્યક્રમનું સંચાલન જીતુ કોઠારીએ કરેલ. આ તકે વસુબેન ત્રિવેદીએ માર્ગદર્શન આપતા જણાવેલ કે  ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી વિકાસયાત્રા રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજયની ભાજપ સરકાર અવિરત આગળ વધારી રહી છે ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ભવ્ય વિજય હાંસલ કરશે એવો દ્રઢ નિર્ધાર વ્યકત  કરી  વિધાનસભા–૭૦ની સંગઠનની ટીમ સાથે આગામી કાર્યક્રમો અને વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી વોર્ડના બુથ–શકિતકેન્દ્રો, પેજપ્રમુખ– પેેજસમિતિ સહીતની સંગઠનાત્મક બાબતો ઉપર ચર્ચા–વિચારણા કરવામાં આવી હતી.

(11:43 am IST)