Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

જામકંડોરણામાં કાલે રાજકોટ જીલ્લાની સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તેમજ જયેશભાઇ રાદડીયા સહિતના ઉપસ્થિત રહેશે

(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા,તા. ૨૪ : રાજકોટ જીલ્લાની સાત સહકારી સંસ્થાઓ શ્રી રાજકોટ ડિસ્ટ્રીકટ કો ઓપરેટીવ બેંક લી., શ્રી રાજકોટ જીલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લી, શ્રી રાજકોટ જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લી., શ્રી રાજકોટ જીલ્લા સહકારી સંઘ, શ્રી રાજકોટ જીલ્લા કો-ઓપ. કોટન માર્કેટીંગ યુનિયન લી., શ્રી રાજકોટ જીલ્લા સહકારી પ્રકાશન અને મુદ્રા. લી., શ્રી રાજકોટ ડીસ્ટ્રીકટ કો.-ઓપ. બેંક લી.ના કર્મચારી શ.મં.લી.ની વાર્ષીક  સાધારણ સમારોહ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને તા. ૨૫ને રવિવારે બપોરે ૩ કલાકે કુમાર છાત્રાલય જામકંડોરણા ખાતે યોજાશે.

આ પ્રસંગે પ્રમુખશ્રીઓનું સેવા સન્માન, અકસ્માત વિમા ચેકનું વિતરણ, સહકારી શિબ્રિ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં દિલીપભાઇ સંઘાણી (ચેરમેનશ્રી ઇફકો-ન્યુ દિલ્હી), ડો.ચંદ્રપાલસિંઘ યાદવ (ચેરમેન શ્રી ક્રિભકો -ન્યુ દિલ્હી), ડો. બિજેન્દ્રસિંઘ (ચેરમેન નાફેડ-ન્યુ દિલ્હી), અજયભાઇ પટેલ (ચેરમેન, ધી ગુજરાત સ્ટેટ કો-ઓપ. બેંક લી.) બિપિનભાઇ પટેલ (સંયોજકશ્રી સહકાર સેલ પ્રદેશ ભાજપ), સુનિલકુમાર સિંઘ (વાઇસ ચેરમેનશ્રી-નાફેડ-ન્યુ દિલ્હી), જયેશભાઇ રાદડીયા ચેરમેનશ્રી રાજકોટ ભાજપ ડિસ્ટ્રીકટ કો.ઓપ. બેંક તથા ડીરેકટરશ્રી ઇફકો અને ગુજકોમાસોલ સહિતના સહકારી ક્ષેત્રના મહાનુભાવો તેમજ જીતુભાઇ વાઘાણી (શિક્ષણ મંત્રીશ્રી), રાઘવજીભાઇ પટેલ (કૃષિમંત્રીશ્રી), જગદીશભાઇ પંચાલ (સહકાર મંત્રીશ્રી), બ્રિજેશભાઇ મેરજા (શ્રમ અને રોજગાર મંત્રીશ્રી), અરવિંદભાઇ રૈયાણી (વાહન વ્યવહાર મંત્રીશ્રી) તેમજ વિનોદભાઇ ચાવડા (સાંસદશ્રી, કચ્છ), મોહનભાઇ કુંડારીયા (સાંસદશ્રી રાજકોટ), રમેશભાઇ ધડુક (સાંસદશ્રી પોરબંદર), મગનભાઇ વડાવીયા (ડિરેકટરશ્રી,કૃભકો તથા ગુજકોમાસોલ), ડો.ભરતભાઇ બોઘરા (ઉપાધ્યાક્ષશ્રી ગુજરાત ભાજપ), મહેન્દ્રસિંહ સરવૈયા (ઉપાધ્યક્ષ શ્રી, ગુજરાત પ્રદેશ ભાજપ), કુંવરજીભાઇ બાવળીયા (ધારાસભ્યશ્રી, જસદણ), મનસુખભાઇ ખાચરીયા (પ્રમુખશ્રી રાજકોટ જીલ્લા ભાજપ), જયરાજસિંહ જાડેજા (પૂર્વ ધારાસભ્યશ્રી, ગોંડલ) લાખાભાઇ સાગઠીયા (ધારાસભ્યશ્રી, રાજકોટ ગ્રામ્ય) ઘનશ્યામભાઇ ખાટરીયા (એમ.ડી.રાજકોટ-ડિ.કો-ઓપ. બેંક) ગોવિંદભાઇ રાણપરીયા, (પૂર્વ ચેરમેનશ્રી, રાજકોટ જીલ્લા દૂધ સંઘ), ડી.કે.પારેખ (રજીસ્ટ્રારશ્રી સહકારી મંડળીઓ ગુજરાત રાજ્ય) બી.કે. સીંધલ (જનરલ મેનેજરશ્રી, નાબાર્ડ, અમદાવાદ) સહિતના સહકારી, રાજકીય ક્ષેત્રના આગેવાનો તેમજ જીલ્લાભરમાંથી આ સંસ્થાઓના સભાસદો હાજરી આપશે.

(11:42 am IST)