Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

ભાવનગરના શકિતધામ ભંડારિયા બહુચરાજી મંદિરે નવરાત્રી મહોત્‍સવની થશે પરંપરાગત ઉજવણી

ભાવનગર : ગોહિલવાડના પ્રસિદ્ધ શક્‍તિધામ ભંડારિયા બહુચરાજી મંદિરે આસો નવરાત્રી મહોત્‍સવની સંપૂર્ણ શાષાોક્‍ત રીતે પરંપરાગત ઉજવણી કરવામાં આવશે. નવરાત્રી ઉત્‍સવનો પ્રારંભ તા.૨૬દ્ગચ સોમવારથી થશે. આ પ્રસંગે સવારે ૯.૪૫ કલાકે નિજ મંદિરેથી વાજતે ગાજતે માતાજીની આંગી માણેક ચોકમાં પધરાવામાં આવશે. શકિતધામ બહુચરાજી મંદિર ભંડારિયા ખાતે આસોᅠ સુદ નવરાત્રી ઉત્‍સવ ઉજવણીની આગવી પરંપરા રહી છે. જેમાં માણેક ચોકમાં આવેલ શક્‍તિ થિયેટરમાં સુશોભીત મંડપ શણગારીને નવ રાતના જાગ કરવા, રાસ-ગરબા, ભવાઈ, નાટકો ઇત્‍યાદી કાર્યક્રમો પરંપરાગત રાખવામાં આવેલ છે. આસો સુદ આઠમના રોજ અષ્ટમીનો હવન રાખવામાં આવેલ છે. નવરાત્રી મહોત્‍સવ દરમિયાન ભૂંગળના સુમધુર સુરો સાથે દરરોજ રાત્રે ૭.૪૫ કલાકે સાયં આરતી દરરોજ ભવ્‍ય રીતે થશે. ભંડારિયામાં આ ઉપરાંતᅠ પ્રગટનાથ બહુચરાજી મંદિર,ᅠ મેલડી માતાજી મંદિર અનેᅠ સોંડાય માતાજી મંદિર દ્વારા પણ નવરાત્રિ ઉત્‍સવ ઉજવણીનું આયોજન પરંપરાગત રીતે કરાયું છે અને ગામની મુખ્‍ય બજાર તથા ચોકમાં રોશનીનો જગમગાટ કરવામાં આવશે.હાલ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

(11:40 am IST)