Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

જૂનાગઢ બાયપાસને ૮ ફૂટ પહોળો કરી વચ્ચે ડીવાઇડર મુકવા માંગ

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ તા. ૨૪ : ઝાંઝરડા ચોકડી,ખામધ્રોળ ચોકડી, ખલીલપુર ચોકડી, મધુરમ ચોકડી પર તેજગતીએ નવા પ્રોજેકટ આવી રહ્યાં છે. જૂનાગઢ બાયપાસ નવો બનતા જુના બાયપાસ ઉપર કોર્મ્શીયલ બાંધકામ થઇ રહ્યાં છે.જૂનાગઢનાં ઝાંઝરડા ચોકડી ઉપર સૌથી મોટી બે હોસ્પિટલ આવેલી છે.  ઉપરાંત નવા દવાખાના શરૂ થયા છે અને હજુ આગામી દિવસોમાં શરૂ થવાની શકયતા રહેલી છે. તેમજ અન્ય કોર્મ્શીયલ પ્રોજેકટ તૈયાર થયા છે અને અનેક પ્રોજેકટનું કામ તેજગતીએ ચાલી રહ્યું છે.બાયપાસ ઉપર છેલ્લા એક વર્ષમાં મોટી સંખ્યાં ખાણીપીણી માટે રેસ્ટોરેન્ટ પણ શરૂ થયા છે. લોકો જૂનાગઢ શહેર મધ્યનાં ટ્રાફીકમાંથી બહાર જમવા જવાનું પસંદ કરી રહ્યાં છે. જૂનાગઢ બાયપાસ ઉપર અનેક દુકાનો,હોટલ,રેસ્ટોરેન્ટ, દવાખાના, કોમર્શીયલ બાંધકામ થઇ રહ્યાં છે.જેના કારણે ટ્રાફીક પણ વધ્યો છે. ત્યારે જૂનાગઢનાં બાયપાસને પહોંળો કરવાની જરૂર છે. બાયપાસ રોડની બન્ને બાજુ ૪-૪ ફૂટ પહોળો કરી વચ્ચે ડીવાઇડર મુકાવની જરૂરીયાત ઉભી થઇ છે.  જો આમ થાય તો ટ્રાફીકની સમસ્યા પણ દુર થઇ શકે તેમ છે. જેથી  બાયપાસ કે,સાબલપુર ચોકડીથી લઇ મધુરમ ચોકડી સુધી પહોળો કરી વચ્ચે ડીવાઇડર મુકવાની માંગ ખીમજીભાઇ એલ. રામે કમિશ્નરને લેખિત રજૂઆત દ્વારા કરી હતી.

(2:58 pm IST)