Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

પોરબંદરમાં સુપરબગ ઇન્ફકેશનનો કેસ

(હરેન્દ્રકુમાર પારેખ દ્વારા),પોરબંદરના તા.૨૩: એક બાળકમાં નવતર પ્રકારનું સુપરબગ ઇન્ફેકશન હોવાનું બાળરોગ નિષ્ણાંત ડો.જય બદીયાણીએ કરેલા નિદાનમાં જણાયુ છે.

ડો.જય બદીયાણીએ જણાવેલ કે એક બાળકને ન્યુમોનિયા થઇ જતા તેને પોતાની હોસ્પિટલે લાવવામાં આવેલ અને આ બાળકને એન્ટીબાયોટિક દવા આપવામાં આવેલ હતી ઉપરાંત જરૂરી દવાનો કોર્સ આપ્યા બાદ બાળકની તબીયતમાં સુધારો નહીં થતા તેના લોહીનો રિપોર્ટ કરતા આ બાળકને નવતર પ્રકારનું સુપરબગ ઇન્ફેકશન હોવાના રિપોર્ટ આવ્યો છે અને સારવાર શરૂ કરી દેવામાં આવી છે.

સામાન્ય તાવ ઉધરસ શરદીની દવા લોકો મેડીકલમાંથી ખરીદી લાવે છે. તાવ ઉધરસ શરદીમાં મોટેભાગે આવી દવા એન્ટીબાયોટીક હોય છે. કેટલીકવાર આવી દવા નુકસાન કરે છે.

ત્યારે લોકોએ  ડોકટરની સલાહ વિના કોઇપણ દવા નહીં લેવા ડો. જય બદ્રીયાણીએ જણાવેલ છે.

(11:34 am IST)