Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

શારદાપીઠમાં મહારાજનો ભંડારો

દ્વારકા શારદામઠમાં બ્રહ્મલીન શંકરાચાર્ય સ્‍વરુપનંદજીની ષોડશી નિમિતે

દ્વારકા તા. ર૪: દ્વારકા શારદાપીઠના અનંતશ્રી વિભૂષિત જયોતિષ પીઠાધીશ્‍વર એવં દ્વારકા શારદાપીઠાધીશ્‍વર જગદગુરુ શંકરાચાર્ય સ્‍વામી સ્‍વરૂપાનંદ સરસ્‍વતીજી મહારાજ ગત તારીખ ૧૧/૦૯/ર૦રર ના રોજ શ્રી બ્રહ્મલીન થયા અને ત્‍યારથી આજ સુધી શ્રી શારદાપીઠ મઠ, શંકરાચાર્ય આશ્રમમાં આ નિમિત્ત ચતુર્વેદ પારાયણ, બ્રહ્મસૂત્ર પારાયણ, દશોપાનિષત્‌ પારાયણ, શ્રીમદ્દ ભાગવત મહાપુરાણ પારાયણ, વેદાંત પરાયણ, શ્રીમદ્દ ભગવદ્દ ગીતા પારાયણ તથા વિષ્‍ણુ સહષાનામ પારાયણ જેવા ધાર્મિક કાર્યો સંપન્‍ન કરવામાં આવ્‍યા હતા. બ્રહ્મલીન શંકરાચાર્ય મહારાજશ્રીની ષોડસી નિમિત્ત ગુરૂગાદી પર ભગવાનશ્રી શાલિગ્રામનું પૂજન તથા બ્રહ્મલીન પૂજય મહારાજશ્રીનું પૂજન તથા બપોરે ૧રઃ૦૦ વાગ્‍યે ભંડારો (ગુરુ પ્રસાદ) સંપન્‍ન કરવામાં આવ્‍યો હતો જેમાં દેશભરમાંથી મોટી સંખ્‍યામાં સાધુ સંતો ઉપસ્‍થિત રહ્યા હતા. સમગ્ર ધાર્મિક આયોજનમાં મોટી સંખ્‍યામાં સ્‍થાનીય અગ્રણીઓ, ગુરુ ભકતો તેમજ સ્‍થાનિકો ઉપસ્‍થિત રહ્યા હતા. સમગ્ર ષોડસી સમરાધના કાર્યક્રમ શારદામઠના બ્રહ્મચારી નારાયણાનંદજીના માર્ગદર્શનમાં સંપન્‍ન થયો હતો. (તસ્‍વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)

(11:34 am IST)