Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

વતન મહુવામાં સાંજે પૂ. મોરારીબાપુના વ્‍યાસાસને શ્રી રામકથા

નવલા નોરતામાં શ્રી ભવાની માતાજી મંદિરે ધર્મોત્‍સવ : ‘માનસ માતૃ ભવાની' શ્રી રામકથામાં દરરોજ ભાવિકો ઉમટશે : મહુવામાં પૂ. મોરારીબાપુની ૧૫મી રામકથા

રાજકોટ તા. ૨૪ : ભાવનગર જિલ્લાના મહુવામાં પૂ. મોરારીબાપુના વ્‍યાસાસને આજે સાંજે ૪ વાગ્‍યે શ્રી રામ કથાનો પ્રારંભ થશે. પૂ. મોરારીબાપુનું વતન મહુવા તાલુકાનું તલગાજરડા ગામ છે. ત્‍યારે પૂ. મોરારીબાપુના વ્‍યાસાસને વતનમાં આ ૧૫મી રામકથા યોજાઇ છે.

આજે સાંજે ૪ થી ૭ તથા કાલથી સવારના ૯.૩૦થી બપોરના ૧.૩૦ સુધી તા. ૨ ઓકટોબર સુધી શ્રીરામ કથાનું રસપાન કરશે.

પૂ. મોરારીબાપુ દર વર્ષે માતાજીના શકિતપીઠોમાં અથવા સ્‍થાનકોમાં નવરાત્રીનું નવદિવસીય રામચરિત માનસ અનુષ્‍ઠાન કરતા રહ્યા છે આ ભવાની મંદિર મહુવાની પસંદગી થઇ છે. બાપુની આ ૯૦૪મી કથા તા. ૨૪-૦૯ના રોજ પ્રારંભ અને તેનું સમાપન ૨ ઓકટોબરના રોજ થશે.

આ કથાની વિશેષતા મુજબ ભવાની મંદિર સમગ્ર વિશ્વના નકશા પર પ્રસિધ્‍ધ થશે અને તેનો વિકાસ પણ થશે. આ કથાનું શીર્ષક મોરારીબાપુએ અગાઉથી જાહેર કર્યું છે. તેનું નામાભિધાન છે. ‘માનસઃ માતૃ ભવાની' યજમાન ચીમનભાઇ વાઘેલા અને વીટી પરિવાર દ્વારા દેશ-વિદેશમાંથી આવતા કથા પ્રેમીઓ માટે સુચારૂં વ્‍યવસ્‍થા થાય તે માટેના પ્રયત્‍નો કરી રહ્યા છે. અવરજવર માટેના પ્રયત્‍નો કરી રહ્યા છે. અવરજવર માટેના રસ્‍તાઓ અને ભોજન, નિવાસ વગેરેની વ્‍યવસ્‍થાઓ સુંદર રીતે કરવા સમગ્ર મહુવા શહેર અને તેની વિવિધ સંસ્‍થાઓ ખૂબ ઉત્‍સાહપૂર્વક કાર્ય કરી રહી છે. બાપુએ પણ ભવાની માતાના દર્શન કરીને કથા સ્‍થળની મુલાકાત લીધી હતી.

આમ તો મહુવામાં મોરારીબાપુના મુખેથી ગવાયેલી આ સિવાયની કુલ ૧૪ જેટલી કથાઓ છે તેમાં આ એક વિશેષ કથા ઉમેરો થતા હવે આ આંકડો ૧૫ સુધી પહોંચવાનો છે. કથાનો સમય શનિવારે બપોરનો અને બાકીના દિવસોમાં સવારનો રહેશે.

(11:33 am IST)