Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

ચોરી કે છળકપટથી મેળવેલ રીક્ષાઓ, મો.સા., સોનાની વસ્તુઓ સાથે ત્રણ ઇસમને ઝડપી પાડતી સુરેન્દ્રનગર પોલીસ

વઢવાણ,તા.૨૪ : ચોરી કે છળકપટથી મેળવેલ સી.ઍન.જી. ફોર સ્ટોક રીક્ષા તથા હીરો હોન્ડા કંપનીના પેશન મો.સા. સાથે ત્રણ ઇસમો સુરેન્દ્રનગર, જીલ્લા પંચાયત રોડ, રીવરફન્ટ ત્રણ રસ્તા પાસે રોડ ઉપર ઉભા છે. તેવી બાતમી આધારે તાત્કાલીક બે પંચો સાથે તપાસ કરતા આરોપીઓ (૧) પ્રકાશભાઇ નરશીભાઇ ભોજયા ઉવ.૨૩ રહે. ટી.બી. હોસ્પીટલ પાછળ (૨) ફૈજલભાઇ મહેમુદભાઇ બાબી ઉવ.૨૨ રહે.  બસ સ્ટેન્ડ પાછળ (૩) રફીકભાઇ ઉર્ફે ફજલ યાસીનભાઇ કોડીયા ઉવ.૨૮ રહે. લક્ષ્મીપરા વાળાઓના કબજામાંથી ચોરી કે છળકપટથી મેળવેલ રીક્ષાઓ તથા મો.સા. તથા સોનાની વસ્તુઓ તથા દુકાનની વસ્તુઓ મળી આવતા મજકુર ઇસમોની પુછપરછ કરતા જણાવેલ છે કે (૧) આજથી પચ્ચીસ દિવસ પહેલા સુરેન્દ્રનગર, સોનાગ્રાના દવાખાના પાસે આવેલ ગલીમાંથી સી.ઍન.જી. ફોર સ્ટોક રીક્ષાની ચોરી કરેલ હતી (૨) તેમજ તે જ દિવસે પાનના ગલ્લામાંથી સીગારેટના પેકેટ, પાન વિલાસ, બીડી, માવાની થેલીઓ વિગેરેની ચોરી કરેલ હતી. (૩) પંદરેક દિવસ પહેલા બાવળા, આદ્રોડા ચોકડી પાસે રોડ ઉપર હીરોહોન્ડા પેશન મો.સા.ની ચોરી કરેલ હતી. (૪) પંદરેક દિવસ પહેલા બાવળા, ઢાર ચોકી પાસે આવેલ માર્કેટ, ટાવર પાસે રોડ ઉપર આવેલ દુકાને ઍક મહીલાના ગળામાંથી સોનાના ચેઇનની લુંટ કરેલ હોવાની કબુલાત કરતા મજકુર ઇસમો પાસેથી ચોરી કે છળકપટથી મેળવેલ (૧) સી.ઍન.જી. ફોર સ્ટોક રીક્ષા કી.રૂ.૧,૦૦,૦૦૦/- (ર) સી.ઍન.જી. ટુ સ્ટોક રીક્ષા કી.રૂ.૧,૦૦,૦૦૦/- (૩) પેશન મો.સા. કી.રૂ.૨૦,૦૦૦/- (૪) સોનાની વસ્તુઓ ૮.૩૯૦ ગ્રામ કી.રૂ.૪૦,૬૫૦/- (૫) સીગારેટ, માવો, બીડી વિગેરે કી.રૂ.૪૫૦૦/- મળી કુલ રૂ.૨,૬૫,૧૫૦/- નો મુદામાલ મળી આવતા સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી તથા મજકુર ઇસમોને સી.આર.પી. સી.કલમ ૪૧(૧)ડી મુજબ કાર્યવાહી કરી સુરેન્દ્રનગર સીટી ઍ ડીવી. પો.સ્ટે. સોપી આપી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.

જ્યારે પકડવાનો બાકી આરોપીઓ – સીંકદરખાન ઉર્ફે સીકલો રહે. રામનગર પાસે છે.

(11:26 am IST)