Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

હળવદની શાળાના છાત્રોએ રાષ્ટ્રીય ગણિત મહોત્સવમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

હળવદ : ઓલ ઈન્ડિયા રામાનુજન મેથ્સ કલબ દ્વારા તાજેતરમાં ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ ખાતે રાષ્ટ્રીય ગણિત મહોત્સવ યોજાયો હતો. આ નેશનલ સેમિનારની મેથ્સ કવીઝ અને મેથ્સ મોડેલ સ્પર્ધામાં હળવદની તક્ષશિલા વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યો. શાળાના ૨૫ વિદ્યાર્થીઓએ કલામ સાયન્સ સેન્ટર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રાષ્ટ્રીય કક્ષાના મેડલ, સર્ટીફીકેટ અને ટ્રોફી મેળવી. જુનિયર  મેથ્સ કિવઝ સ્પર્ધામાં ધો-૮ ના વિધાર્થી જાદવ ધૈર્ય ભરતભાઈ દેશભરના તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોના વિદ્યાર્થીઓને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો, અને વરુ હીના કાનાભાઈએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ભારતના પ્રખ્યાત ખગોળશાસ્ત્રી ડૉ. જે.જે. રાવલના વરદ હસ્તે મેથ્સ પઝલમાં પ્રથમ નંબર મેળવનાર લકુમ ક્રિપાલ કનકભાઈ, પટેલ ખંજન મહેશભાઈ અને બાલાસણીયા હરપાલ ગોવિંદભાઈએ પહલો નંબર મેળવી ગોલ્ડ મેડલ, સર્ટીફીકેટ મેળવ્યા હતા. કિવઝ સ્પર્ધાની સ્પેશિયલ કેટેગરી ઓડિયન્સ કોલમાં દઢાણીયા દેવ રજનીકાંતભાઈ વિજેતા બન્યા હતા. તેમજ સિનિયર મોડેલ મેકિંગમાં કૈલા પિનાક, બામણિયા યોગેશ અને કૈલા કવને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આ સાથે પરમાર મોનિકા, ઝાલા સ્નોહા, પટેલ જય, ડાંગર કેતન, સિંધવ હાર્દિક, મકવાણા હિરેન, મકવાણા મૌલિક, પરમાર પાર્થ, પટેલ નૈશિક, બોસીયા અમિત, મકવાણા ગોપાલ, દરજી ધ્રુવી, ભરવાડ મેરા, ભરવાડ વિકાસ, વાઘેલા વિશાલ, અને સાબરીયા સંધ્યા આ વિદ્યાર્થીઓએ પાર્ટિશીપેશન સર્ટિફિકેટ મેળવ્યા હતા. આ ટીમ સાથે સમગ્ર ગુજરાતમાંથી માત્ર બે જ શાળાની પસંદગી થવા બદલ તક્ષશિલા સંકુલના ગણિત શિક્ષકો સંદીપ કૈલા, રાજવી પટેલ અને મહેતા રાજેન્દ્ર સરનું વિશેષ સન્માન કરાયું. સુપર-૩૦ હિન્દી ફિલ્મ જેના જીવન પર બનેલું છે, તેવા પ્રોફેસર આનંદ કુમાર પણ આ મેથ્સ સેમિનાર માં હાજર રહ્યા હતા. ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ કલબના અધ્યક્ષ ડૉ. ચંદ્રમૌલી જોષી, N.C.T.S નાં સેક્રેટરી સંદીપ પાટીલ તથા અગ્રણી હમીર સાવધરીયાએ અભિનંદન પાઠવ્યા હતા. આગામી સમયમાં વિદેશમાં યોજાનાર ઇન્ટરનેશનલ મેથ્સ ફેરમાં તક્ષશિલા સંકુલના આઠ વિદ્યાર્થીઓ પસંદ થયા હતા.(તસ્વીર-અહેવાલ : હરીશ રબારી હળવદ)(

(11:26 am IST)