Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

પાડોશી વાડી માલિકના ઝટકા કરંટે ખેત શ્રમિકનો ભોગ લીધો

હળવદ તાલુકાના ધનાળા ગામનો બનાવ

(દીપક જાની દ્વારા)હળવદ,તા.૨૪ :  તાલુકાના ધનાળા ગામે પાડોશી વાડી માલિકે મુકેલા ઝટકા કરંટને અડકી જતા મધ્‍યપ્રદેશના ખેત શ્રમિકનું મૃત્‍યુ નીપજયું હતું.

વિગતો મુજબ હળવદ તાલુકાના ધનાળા ગામની સીમમાં જયેશભાઇ વાસુદેવભાઇ દલવાડીની વાડીએ રહી ખેતમજૂરી કરતા મૂળ મધ્‍યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના બદલા દુધીયાવડ ફળીયુના રહેવાસી વિક્રમભાઇ ઉર્ફે ઇકરીયા ભંગડાભાઇ ડાવર, ઉ.૩૩ નામનો યુવાન વાડીમાં આટો મારતો હતો ત્‍યારે પાડોશી વાડી માલિકે મુકેલા ઝટકા તારને અડકી જતા કરંટ લાગતા મૃત્‍યુ નીપજયું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્‍માતે મૃત્‍યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. 

(3:00 pm IST)