Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

નવા ધનાળા પાસે બોલેરોની ઠોકરે બાઇક ચાલકનું મોત

હળવદ,તા. ૨૪ : તાલુકાના નવા ધનાળા ગામે જવાના રોડ પર બોલેરો ચાલકે બાઈકમાં સવાર બે વ્‍યક્‍તિને અડફેટે લેતા એકનું મોત નીપજયું છે જયારે અન્‍ય એક ને એ ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્‍યો હતો.

વિગતો મુજબ નવા ધનાળા ગામે રહેતા નાનજીભાઈ ઝીણાભાઈ તારબુંદીયા અને મનજીભાઈ દલવાડી બાઈકમાં નવા ધનાળાથી માળીયા હાઇવે તરફ આવી રહ્યા હતા ત્‍યારે મોહનભાઈની વાડી પાસે સામેથી આવતા જીજે ૧૧ ટીટી ૭૦૫૫ના બોલેરો ચાલકે અડફેટે લેતા નાનજીભાઈ તારબુંદીયાનું મોત નિપજયું હતું જયારે મનજીભાઈને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા.

બીજી તરફ અકસ્‍માત સર્જી બોલેરો ચાલક ફરાર થઈ ગયો છે આ બનાવ અંગે ધર્મેન્‍દ્રભાઈ નાનજીભાઈ તારબુંદીયાએ બોલેરો ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

(10:49 am IST)