Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

પોરબંદર હાઇવેના સર્વિસ રોડનું અધુરૂ કામઃ વાહન ચાલકોને રોંગ સાઇડ જવુ પડે છે

પોરબંદર તા.૨૪: ત્રણ માઇલ પાસે નેશનલ હાઇ-વેના સર્વિસનું રોડનેું અધુરું કામ ઘણા વર્ષોથી ટલ્‍લે ચડયું છે તેથી વાહનચાલકોને ફરજીયાત પણે રોંગ સાઇડમાં જવું પડે છે માટે તંત્ર દ્વારા વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરવામાં કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે.
શહેરના ત્રણ માઇલ નજીક દ્વારકા તરફના નેશનલ હાઇવેના સર્વિસ રોડનું કામ અઘુરુ રહેતા વાહનચાલકો મજબૂરીમાં રોંગ સાઇડના સર્વિસ રોડ પરથી પસાર થઇ રહ્યા છે. જેથી નાના મોટા અકસ્‍માતોના બનાવો બની શકે છે. તેમ જણાવીને કોંગ્રેસના આગેવાન રામદેવભાઇ મોઢવાડીયાએ રજુઆતમાં જણાવ્‍યુ છે કે અહીંયા નેવી, કોસ્‍ટગાર્ડ કે નેશનલ હાઇવેનો પ્રશ્ન છે તેનું કેન્‍દ્ર સરકાર દરમિયાનગીરી કરીને નિરાકરણ લાવે અને સંકલન કરી અધૂરા સર્વિસ રોડનું કામ વહેલી તકે પૂર્ણ કરે તેવી માંગ કરવામાં આવી છે.
રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજી તથા કૃષ્‍ણસખા સુદામાજીની જન્‍મભુમિ પોરબંદરમાં હજારો પર્યટકો અને યાત્રાળુઓ મુલાકાતે આવતા હોય છે. સરકાર દ્વારા દ્વારકા સોમનાથ હાઇવે થોડા વર્ષો પહેલા બનાવવામાં આવ્‍યો છે. આ નેશનલ હાઇવે સારો બનાવવામાં આવ્‍યો છે. વાહન ચાલકો સહેલાઇથી આ રસ્‍તા ઉપરથી દ્વારકા-સોમનાથ ઉપર સમયસર પહોંચી શકે છે. પરંતુ પોરબંદર શહેરના ત્રણ માઇલ નજીક નેશનલ હાઇવેનો સર્વિસ રોડ જેનું કામ અધુરુ છે. જેના લીધે વાહન ચાલકો દ્વારકા તરફના નેશનલ હાઇવે પર જવા માટે મજબૂરીમાં રોંગ સાઇડના સર્વિસ રોડ ઉપર થઇને પસાર થઇ રહ્યા છે તેમ રજૂઆતમાં જણાવેલ છે.

 

(10:39 am IST)