Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

મોરબીમાં ટ્રાફિક પોલીસે જીવલેણ ખાડો બુર્યો.જે કામ પાલિકા તંત્રને કરવાનું હતું તે કામ ટ્રાફિક પોલીસ કર્મચારીએ કર્યું

મોરબીમાં ઘણી જગ્યાએ રોડ ઉપર ખાડા પડયા હોય પણ તંત્ર ધ્યાન ન આપતું હોવાથી અકસ્માત ન સર્જાય તે માટે જાગૃત નાગરિકો આગળ આવી રહ્યા છે. જેમાં જે કામ તંત્રને કરવાનું હતું તે કામ ટ્રાફિક પોલીસ કર્મચારીએ કર્યું હતું અને રવાપર રોડની ચોકડીએ મસમોટો જીવલેણ ખાડો બુરીને તેઓએ લોકોને અકસ્માતથી બચાવ્યા છે.

મોરબીની રવાપર ચોકડી પાસે ઘણા સમયથી મોતના કુવા સમાન મસમોટો ખાડો પડી ગયો હતો. પણ તંત્ર ધ્યાન આપતું ન હોવાથી ત્યાં ટ્રાફિક પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવતા દેવજીભાઈ બાવરવાએ લોકોને હાલાકી ન પડે તે માટે જાતે જ સિમેન્ટ કોક્રેટને મિક્સ કરી ખાડાનું લેવલીગ કરીને યોગ્ય રીતે સમારકામ કર્યું હતું. ખાડો બુરાતાં લોકોને પણ રાહત થઈ હતી. જો કે, દેવજીભાઈએ પોતાની ફરજ નિષ્ઠા બજાવવાની સાથે વારંવાર બીજા અન્ય રોડ ઉપર ખાડા બુરી સમથળ કરવા સહિતના સેવાકીય કામો કરે છે. જેમાં ચકલાને ચણ અને પાણી નાખવાનું કામ તેમજ ત્યાં બનાવેલી પોલીસ ચોકીમાં પણ સેવા કરે છે

(11:23 pm IST)